ODI Cricket: 5 જાન્યુઆરી 1971 એ રમાઇ હતી પહેલી વનડે મેચ, તસવીરોમાં જુઓ 52 વર્ષની સફરની ખાસ તસવીરો......
ODIs Records: 5મી જાન્યુઆરીની દિવસે એટલે કે તે એ દિવસ હતો જ્યારે ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર વનડે મેચ રમાઇ હતી, આ વાતને 52 વર્ષ પુરુ થઇ ચૂક્યા છે. 5મી જાન્યુઆરી 1971એ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઇ હતી, વનડે ક્રિકેટના આ 52 વર્ષમાં શું શું બન્યુ, જાણો અહીં ફેક્ટ્સ...
Download ABP Live App and Watch All Latest Videos
View In App5 જાન્યુઆરી, 1971એ રમાયેલી પહેલી વનડે મેચને લઇને અત્યાર સુધી આ 52 વર્ષોમાં કુલ 4499 વનડે મેચો રમાઇ ચૂકી છે.
વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ રહી છે, આ ટીમે 975 વનડે મેચો રમી છે, આમાં આ ટીમને 592 મેચોમાં જીત, 340 મેચોમાં હાર અને 9 મેચોમાં ટાઇનો સામનો કરવો પડ્યો છે. 34 મેચોમાં પરિણામ આવ્યુ નથી. આ ટીમ સૌથી વધુ વાર (5) વનડે વર્લ્ડકપ પણ જીતી ચૂકી છે. આ ટીમે બે વાર ચેમ્પીયન ટ્રૉફી પણ પોતાના નામે કરી છે.
ભારતીય ટીમે સૌથી વધુ વનડે મેચો રમી છે, ટીમ ઇન્ડિયાએ કુલ 1020 વનડે મેચો રમી, આમાં 532 મેચોમાં જીત, અને 436 મેચોમાં હારનો સામનો કર્યો છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાની 9 મેચો ટાઇ રહી અને 43 મેચોમાં કોઇ પરિણામ આવ્યુ નથી. ભારતીય ટીમ બે વાર વનડે વર્લ્ડકપ જીતી ચૂકી છે અને એકવાર ચેમ્પીયન ટ્રૉફી પોતાના નામે કરી ચૂકી છે.
સચીન તેંદુલકર વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવનારો એકમાત્ર ખેલાડી છે, તેને 463 વનડે મેચોમાં 18,426 રન બનાવ્યા છે. અહીં બીજા નંબર પર કુમાર સાંગાકારા (14,234) અને ત્રીજા નંબર પર રિકી પોન્ટિંગ (13,704) છે.
વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકર્ડ પણ સચીન તેંદુલકરના નામે નોંધાયેલો છે. તેને 49 સદી ફટકારી છે, અહીં બીજા નંબર પર વિરાટ કોહલી (44) અને ત્રીજા નંબર પર રિકી પોન્ટિંગ (30) છે.
વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ફટકાર્યા છે, તે 351 છગ્ગાની સાથે આ લિસ્ટમાં ટૉપ પર છે.
શ્રીલંકાના સ્પીનર મુથૈયા મુરલીધર સૌથી વધુ વિકેટો લેવારો બૉલર છે. તેના નામે 534 વિકેટો નોંધાયેલી છે. અહીં બીજા નંબર પર પાકિસ્તાની ફાસ્ટ બૉલર વસીમ અકરમ (502) અને ત્રીજા નંબર પર વકાર યૂનિસ (416) નું નામ આવે છે.
શ્રીલંકાના ફાસ્ટ બૉલર ચામિન્ડા વાસના નામે વનડેમાં સર્વશ્રેષ્ઠ બૉલિંગનો રેકોર્ડ નોંધાયેલો છે. તેને 2001માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 19 રન આપીને 8 વિકેટો ઝડપી હતી.