Rohit Sharma Record: રોહિતે કેપ્ટનશીપમાં કર્યું મોટું કારનામું, ઇંગ્લેન્ડને હરાવી કેટલાય દિગ્ગજને પાછળ છોડ્યા
India vs England 2nd ODI: કટક વનડેમાં ભારતની જીત સાથે રોહિત શર્માના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો. તેમણે ઘણા દિગ્ગજ કેપ્ટનોને પાછળ છોડી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાએ ODI સીરીઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. ભારતની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. રોહિતે વિસ્ફોટક સદી ફટકારી. તેણે ૧૧૯ રન બનાવ્યા.
કટકમાં રમાયેલી બીજી વનડેમાં રોહિતે છગ્ગાનો રેકોર્ડ તોડ્યો. તે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે.
રોહિતે છગ્ગાનો રેકોર્ડ તોડ્યો અને કેપ્ટનશીપનો રેકોર્ડ પણ તોડ્યો. ૫૦ વનડે મેચ પછી કેપ્ટન તરીકે સૌથી વધુ જીતના મામલે રોહિતે ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા.
રોહિતે કેપ્ટન તરીકે 36 વનડે મેચ જીતી છે. તેઓ આ યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે.
આ યાદીમાં વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ અને લોયડ ટોચ પર છે. આ ત્રણેય ખેલાડીઓએ વનડેમાં કેપ્ટન તરીકે 39-39 મેચ જીતી છે.
કટકમાં ઈંગ્લેન્ડ સામે જીત મેળવીને ભારતે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.