World Cup 2023: આ વખતે આ પાંચ મોટી ઉંમરના ખેલાડીઓ રમી રહ્યાં છે વર્લ્ડકપ, જોઇ લો લિસ્ટ....
ODI World Cup 2023: આઇસીસી વનડે વર્લ્ડકપની વૉર્મ-અપ મેચો શરૂ થઇ ગઇ છે, અને આગામી 5મી ઓક્ટોબરથી ઓફિશિયલી રીતે ટૂર્નામેન્ટની શરૂઆત થશે, આ વખતે ભારતમાં આ મહાજંગ ખેલાઇ રહ્યો છે. અમે અહીં તમને બતાવી રહ્યાં છીએ કે, આ વખતે વનડે વર્લ્ડકપ 2023માં પાંચ એવા ખેલાડીઓ છે જે ઉંમરલાયક છે અને છતાં ક્રિકેટના મેદાનમાં ધમાલ મચાવવા તૈયાર છે. જુઓ અહીં તમામ વિશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી ભારત દ્વારા કરવામાં આવશે. આ વખતે વર્લ્ડકપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી રાઉન્ડ રૉબિન ફોર્મેટ હેઠળ મેચો રમાશે. અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વર્લ્ડકપમાં સૌથી મોટી ઉંમરના ખેલાડી છે.
બેટ્સમેન વેસ્લી બેરેસી આ વર્લ્ડકપમાં નેધરલેન્ડ ટીમ તરફથી રમનાર સૌથી વૃદ્ધ ખેલાડી છે. વેસ્લી બેરેસીની ઉંમર હાલમાં 39 વર્ષ 149 દિવસ છે. વેસ્લી અત્યાર સુધી નેધરલેન્ડ ટીમ માટે 45 વનડે રમી ચૂક્યો છે અને તે 2011 વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ હતો.
નેધરલેન્ડની ટીમનો એક ઓલરાઉન્ડર વાન ડેર મર્વે ઉંમરના સંદર્ભમાં આ યાદીમાં બીજા સ્થાને છે. વેન ડેર મર્વે હાલમાં 38 વર્ષ 272 દિવસનો છે. તે નેધરલેન્ડ ટીમ માટે અત્યાર સુધીમાં 16 વનડે મેચ રમી ચૂક્યો છે.
અફઘાનિસ્તાન ટીમનો સૌથી અનુભવી ખેલાડી અને પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબી સતત ત્રીજો વનડે વર્લ્ડકપ રમવા જઈ રહ્યો છે. નબીની વર્તમાન ઉંમર 38 વર્ષ 271 દિવસ છે અને તેણે અફઘાન ટીમ માટે અત્યાર સુધીમાં 147 વનડે મેચ રમી છે, જેમાં તેણે બેટ અને બૉલ બંનેથી યોગદાન આપ્યું છે.
બાંગ્લાદેશની વર્લ્ડકપ ટીમનો હિસ્સો સ્પિન ઓલરાઉન્ડર મહમુદુલ્લાહ હાલમાં 37 વર્ષ 237 દિવસનો છે. 2007માં બાંગ્લાદેશ માટે ડેબ્યૂ કરનાર મહમુદુલ્લાહ સતત ચોથી વખત વનડે વર્લ્ડકપનો ભાગ બનવા જઈ રહ્યો છે. મહમુદુલ્લાહ પ્રથમ વખત 2011માં વર્લ્ડકપ રમ્યો હતો.
ભારતની વનડે વર્લ્ડકપ ટીમમાં છેલ્લા ફેરફારમાં અક્ષર પટેલની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. સૌથી વૃદ્ધ ખેલાડીઓની આ યાદીમાં અશ્વિન પાંચમા સ્થાને છે. હાલ અશ્વિનની ઉંમર 37 વર્ષ 12 દિવસ છે. અશ્વિન 2011 અને 2015 વનડે વર્લ્ડકપ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.