Photos: વર્લ્ડકપ 2023ની પાંચ સૌથી મોટી ઈનિંગ, આ બેટ્સમનોએ કર્યો રનનો વરસાદ
વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ્સ ક્વિન્ટન ડી કોકના નામે છે. દક્ષિણ આફ્રિકાના આ વિકેટકીપરે 24 ઓક્ટોબરે વાનખેડે ખાતે રમાયેલી મેચમાં બાંગ્લાદેશ સામે માત્ર 140 બોલમાં 174 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 15 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્લ્ડ કપ 2023નો બીજો સૌથી વધુ સ્કોર ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે પાકિસ્તાન સામે 163 રનની ઇનિંગ રમી હતી. તેણે માત્ર 124 બોલમાં આ રન બનાવ્યા હતા. આ દરમિયાન વોર્નરે 14 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા.
આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવે ત્રીજા સ્થાને છે. કોનવેએ વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડ સામે 121 બોલમાં 152 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં કોનવેએ 19 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
આ યાદીમાં ઈંગ્લેન્ડનો તોફાની ઓપનર ડેવિડ મલાન પણ સામેલ છે. તેણે બાંગ્લાદેશ સામે 107 બોલનો સામનો કરીને 140 રનની ઇનિંગ રમી હતી. મલાને આ ઇનિંગમાં 16 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.
સૌથી મોટી ઇનિંગ્સની આ યાદીમાં પાંચમું સ્થાન પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનું છે. રિઝવાને શ્રીલંકા સામેની મેચમાં 121 બોલમાં 131 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
તસવીર સૌજન્યઃ આઈસીસી