IND vs NZ ODIs Stats: ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ વનડે ઇતિહાસના 5 સર્વશ્રેષ્ઠ બૉલરો, જુઓ લિસ્ટમાં કોણ કોણ છે સામેલ
NZ vs IND: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે, બન્ને ટીમો આ આઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં ટૉપ પર છે અને સળંગ ચાર મેચો જીતી ચૂકી છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો આજે (22 ઓક્ટોબર) વર્લ્ડકપ 2023માં ટકરાય તે પહેલા તેમના આંકડા જોવા લાયક છે, મેચ પહેલા જાણી લો બંને ટીમો વચ્ચેની ODI મેચના 5 શ્રેષ્ઠ બૉલરો વિશે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય બૉલર જવાગલ શ્રીનાથના નામે છે. શ્રીનાથે 1992 થી 2003 વચ્ચે કીવી ટીમ સામે 30 મેચ રમી અને 51 વિકેટ લીધી છે.
અનિલ કુંબલે ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ વનડે મેચોમાં બીજા નંબરે સૌથી વધુ વિકેટ લેનાર બૉલર છે. તેણે 1994 થી 2003 વચ્ચે ન્યૂઝીલેન્ડ સામે 31 મેચ રમી અને 39 વિકેટ લીધી છે.
વર્લ્ડકપ 2023 માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ ટીમ સાઉથી પણ આ યાદીમાં સામેલ છે. તે અહીં ત્રીજા નંબર પર છે. સાઉદીએ ભારત સામે 24 મેચમાં 35 વિકેટ લીધી છે.
અનુભવી ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવ આ યાદીમાં ચોથા સ્થાને છે. તેણે 1979 થી 1994 વચ્ચે ન્યૂઝીલેન્ડ સામે 29 મેચ રમીને 33 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડની કાયલ મિલ્સ અહીં પાંચમા સ્થાને છે. મિલ્સે 2001 થી 2014 વચ્ચે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 29 મેચો રમ્યો છે, આ દરમિયાન તેણે 32 વિકેટ ઝડપી છે.