ODI World Cup: વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની ખાસ સિદ્ધિ, દિગ્ગજ અઝહરુદ્દીન અને ધોનીને પણ પાછળ છોડ્યા
રોહિત શર્મા ICC ODI વર્લ્ડ કપમાં પ્રથમ વખત ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યો છે. રોહિત શર્માએ ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ દ્વારા કેપ્ટન તરીકે એક ખાસ સિદ્ધિ મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તવમાં, રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશિપ કરનાર સૌથી મોટી ઉંમરના કેપ્ટન બની ગયા છે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબર, રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમી રહી છે અને આ દિવસે રોહિત શર્મા 36 વર્ષ અને 161 દિવસનો થઈ ગયો છે.
જ્યારે આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન બીજા સ્થાને આવી ગયા છે. 1999ના ODI વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરતી વખતે અઝહરુદ્દીન 36 વર્ષ અને 124 દિવસનો હતો.
આ યાદીમાં ત્રીજું સ્થાન ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું છે. 2007 ODI વર્લ્ડ કપની કેપ્ટનશીપ કરતી વખતે દ્રવિડ 34 વર્ષ 71 દિવસનો હતો.
ચોથા નંબર પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન શ્રીનિવાસ વેંકટરાઘવન છે, જેમણે 1979ના વર્લ્ડ કપમાં ભારતની કમાન સંભાળી હતી, જ્યારે શ્રીનિવાસ વેંકટરાઘવન 34 વર્ષ 56 દિવસના હતા.
ટોપ-5ની યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૌથી છેલ્લે આવે છે. 2015ના વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોની 33 વર્ષ 262 દિવસનો હતો.