PHOTOS: દક્ષિણ આફ્રિકાની પુરુષ ક્રિકેટ ટીમથી આગળ નીકળી મહિલા ટીમ, વર્લ્ડકપમાં રચ્યો ઇતિહાસ, તસવીરોમાં જુઓ ઝલક
Women T20 WC 2023: દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ મહિલા ટી20 વર્લ્ડકપની આજે ફાઇનલ મેચ રમી રહી છે. પહેલીવાર ફાઇનલમાં એન્ટ્રી કરતાંની સાથે જ મહિલા ટીમે એક મોટો ઇતિહાસ રચી દીધો છે. કેમ કે પુરુષ ટીમ આજ સુધી ક્યારેય કોઇ આઇસીસી ફૉર્મેટમાં ફાઇનલ સુધી નથી પહોંચી શકી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી સેમિ ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે કમાલ કરી દીધો, તેને ઇંગ્લેન્ડને મહિલા ટી20 વર્લ્ડકપમાં 6 રનોથી હાર આપી અને સીધી ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી, આજે ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકા ખિતાબી જંગમાં ઉતરશે.
આ મહિલા ટી20 વર્લ્ડકપની 8મી એડિશન છે, આ પહેલા સાઉથ આફ્રિકાની મહિલા ટીમ ક્યારેય પણ સેમિ ફાઇનલ સુધી પણ ન હતી પહોંચી, પરંતુ આ વખતે ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે.
કેપટાઉનમાં રમાયેલી બીજી સેમિ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલા બેટિંગ કરતાં 4 વિકેટના નુકશાને 164 રન બનાવ્યા હતા, અને ઇંગ્લેન્ડ માત્ર 6 રનથી મેચ હારી ગઇ હતી.
આ મેચમાં દક્ષિણ આફ્રિકા તરફથી તાઝમિન બ્રિટ્સે 68 અને લૌરા વૉલ્માર્ટે 53 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. આ ઉપરાંત બૉલિંગમાં આયાબૉન્ગા ખાકાએ 4 વિકેટો લીધી અને છેલ્લે શબનીમ ઇસ્માઇલે 3 વિકેટો સાથે મેચ જીતાડી દીધી હતી.
દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં નજર કરીએ તો, આવુ પહેલીવાર બન્યુ છે, જ્યારે કોઇ ટીમ (મહિલા કે પુરુષ) કોઇપણ આઇસીસી ઇવેન્ટમાં ફાઇનલમાં પહોંચી છે.
દક્ષિણ આફ્રિકા પુરુષ ટીમ અત્યારે સુધી 16 આઇસીસી વર્લ્ડકપ રમી ચૂકી છે, પરંતુ તે ક્યારેય સેમિ ફાઇનલથી આગળ નથી પહોંચી શકી.