IND vs ENG: એન્જિનીયરિંગ, બેટિંગ અને ફાસ્ટ બૉલિંગ છોડીને રવિચંદ્રન અશ્વિન બન્યો સ્પીનર, 100મી ટેસ્ટ સુધીનો આસાન ન હતો સફર
Ravichandran Ashwin: ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન ધર્મશાલામાં ભારત માટે તેનો પોતાની 100મી ટેસ્ટ રમી છે. જ્યાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની સીરીઝની છેલ્લી મેચ રમાઈ હતી, આ મેચમાં અશ્વિને બન્ને ઇનિંગમાં કુલ મળીને 9 વિકેટો ઝડપી છે, પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 5 વિકેટો ઝડપીને અશ્વિને રેકોર્ડનો વરસાદ કરી દીધો છે. ભારતીય ટીમે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં 4-1થી ઇંગ્લિશ ટીમને હરાવીને ટૂર્નામેન્ટ પોતાના નામે કરી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિચંદ્રન અશ્વિન ભારત માટે તેની 100મી ટેસ્ટ રમ્યો. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ રમી હતી. જે ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનની 100મી ટેસ્ટ હતી.
ચેન્નાઈથી આવી રહેલા ભારતીય સ્પિનર માટે 100મી ટેસ્ટમાં પહોંચવાનો રસ્તો બિલકુલ સરળ નહોતો. તેણે પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. ભારત માટે દિગ્ગજ સ્પિનર બનતા પહેલા અશ્વિને ઘણી બાબતોમાં હાથ અજમાવ્યો હતો. અન્ના તરીકે જાણીતા અશ્વિન પાસે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે, પરંતુ તેમ છતાં તેણે ક્રિકેટને પોતાનો વ્યવસાય બનાવી લીધો.
સ્પિનર બનતા પહેલા અશ્વિને બેટિંગ અને ફાસ્ટ બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. ધર્મશાળા ટેસ્ટ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે અશ્વિન તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં બેટ્સમેન બનવા માંગતો હતો અને તે ઓપનિંગ કરતો હતો.
આ સિવાય અશ્વિન પણ તેની કારકિર્દીની શરૂઆતમાં પેસ બોલિંગ કરતો હતો, પરંતુ તેના બાળપણના કોચ સીકે વિજયે તેને ઓફ સ્પિન બોલિંગ કરવાની સલાહ આપી હતી. કોચની આ સલાહથી આજે ભારત પાસે અશ્વિનના રૂપમાં અનોખો સ્પિનર છે.
તેની એન્જિનિયરિંગ ડિગ્રી વિશે વાત કરીએ તો, અશ્વિને SSN કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ડિગ્રી મેળવી હતી. અન્ના અભ્યાસમાં ખૂબ સારા હતા, પરંતુ તેમ છતાં તેણે ક્રિકેટ પસંદ કર્યું.
તમને જણાવી દઈએ કે અશ્વિને 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં રમાયેલી મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે 99 ટેસ્ટ રમી છે, 187 ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે 23.91ની એવરેજથી 507 વિકેટ લીધી છે.