દિગ્ગજોના ક્લબમાં સામેલ થયો જડ્ડૂ, જાડેજા પહેલા આ પાંચ ખેલાડીઓ પણ બૉલિંગ-બેટિંગથી કરી ચૂક્યા છે કમાલ, જાણો
India vs Sri Lanka, 1st Test: ભારત અને શ્રીલંકા વચ્ચે (IND vs SL) પ્રથમ ટેસ્ટ મોહાલી રમાઇ, આ મેચમાં ભારતીય ટીમે શાનદાર બૉલિંગ અને બેટિંગ કરતા શ્રીલંકાને 222 રને કારમી હાર આપી દીધી. આ મેચમાં રવિન્દ્ર જાડેજા આખી શ્રીલંકન ટીમ પર ભારે પડ્યો. કેમ કે રવિન્દ્રા જાડેજાએ બેટિંગમાં 175 રન એટલે કે 150થી વધુ રન ફટકાર્યા અને બૉલિંગમાં પણ પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 4 વિકેટો ઝડપીને લંકાને ઘૂંટણીયે પાડી દીધી હતી. આ સાથે જ આવુ કરનારો રવિન્દ્રા જાડેજા દિગ્ગજોના એક ખાસ ક્લબમાં સામેલ થઇ ગયો છે. જાણો જાડેજા પહેલા આ કારનામુ કોણ કોણ કરી ચૂક્યુ છે........... ટેસ્ટ મેચમાં 150+ રન અને 5 વિકેટ ઝડપનારા ખેલાડી.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીનૂ માંકડ - આ લિસ્ટમાં વીનૂ માંકડનું નામ પહેલુ છે, વીનૂ માંકડે 1952માં ઇંગ્લેન્ડ સામે (184 & 5/196) બનાવ્યા હતા.
ડેનિસ એટકિન્સન - ડેનિસ એટકિન્સને વર્ષ 1955 માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ (219 & 5/56) આ કારનામુ કર્યુ હતુ.
પૉલી ઉમરીગર - પૉલી ઉમરીગરે વર્ષ 1962માં વેસ્ટ ઇન્ડિઝ સામે (172* & 5/107) આ કારનામુ કર્યુ હતુ.
ગેરી સૉબર્સ - ગેરી સૉબર્સે વર્ષ 1966માં ઇંગ્લેન્ડ સામે (174 & 5/41) આ પરાક્રમ કર્યુ હતુ.
મુસ્તફા મોહમ્મદ - મુસ્તફા મોહમ્મદે વર્ષ 1973માં ન્યૂઝીલેન્ડ સામે રમતા (201 & 5/49) આવુ પરફોર્મન્સ કર્યુ હતુ.
રવિન્દ્ર જાડેજા - રવિન્દ્રા જાડેજાએ હાલમાં રમાઇ રહેલી વર્ષ 2022માં શ્રીલંકા સામે ઘરેલુ મેદાન પરની ટેસ્ટમાં (175* & 5/41) આ પરાક્રમ કર્યુ છે.