World Richest Women Cricketer: એલિસ પેરીથી લઇને સ્મૃતિ મંધાના સુધી, આ મહિલા ક્રિકેટરો કરે છે કરોડોમાં કમાણી
ભારત સિવાય સમગ્ર વિશ્વમાં ક્રિકેટને પસંદ કરવામાં આવે છે. અહીં ખેલાડીઓ કરોડો રૂપિયા કમાય છે. પુરૂષ ખેલાડીઓ પાસે અપાર સંપત્તિ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું તમે જાણો છો કે દુનિયાની સૌથી અમીર મહિલા ક્રિકેટર કોણ છે અને તેમાં કેટલા ભારતીય ક્રિકેટરોનો સમાવેશ થાય છે. અહીં એવા પાંચ ખેલાડીઓના નામ આપવામાં આવી રહ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓથી લઈને ભારતના ખેલાડીઓ સામેલ છે.
વિશ્વની સૌથી અમીર મહિલા ક્રિકેટરમાં ઓસ્ટ્રેલિયાની ખેલાડી એલિસ પેરીનું નામ પ્રથમ આવે છે. તેણીની કુલ સંપત્તિ 15 મિલિયન ડોલર છે અને તેણી વાર્ષિક 0.13 મિલિયન ડોલર કમાય છે.
બીજા નંબરની સૌથી અમીર મહિલા ક્રિકેટર ઓસ્ટ્રેલિયાની મેગ લેનિન છે. તેણીની વાર્ષિક કમાણી વિશે વાત કરીએ તો તેણી 0.13 મિલિયન ડોલર કમાય છે અને તેણીની કુલ સંપત્તિ 9 મિલિયન ડોલર છે.
ભારતની ખેલાડી સ્મૃતિ મંધાનાની કુલ સંપત્તિ 4 મિલિયન ડોલર છે. તેની વાર્ષિક કમાણી વિશે વાત કરીએ તો તેને વાર્ષિક 50 લાખનો પગાર મળે છે. તેના નામે ઘણા રેકોર્ડ પણ છે.આ પછી ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનું નામ સામે આવ્યું છે. તેણીની નેટવર્થ 3 મિલિયન ડોલર છે અને બીસીસીઆઈના કરાર મુજબ હરમનપ્રીત કૌરનો વાર્ષિક પગાર રૂ. 50 લાખ છે.
આ પછી ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનું નામ આવે છે. તેણીની નેટવર્થ 3 મિલિયન ડોલર છે અને બીસીસીઆઈના કરાર મુજબ હરમનપ્રીત કૌરનો વાર્ષિક પગાર રૂ. 50 લાખ છે.
આ યાદીમાં આગળનું નામ ઈંગ્લેન્ડની વિકેટકીપર સારાહ ટેલરનું છે, જેની કુલ સંપત્તિ 2 મિલિયન ડોલર છે. તેની વાર્ષિક કમાણી વિશે વાત કરીએ તો તે 0.06 મિલિયન ડોલર છે.