Rishabh Pant Fitness Update: વર્લ્ડકપ 2023માં રમશે ઋષભ પંત ? BCCI એ ફિટનેસને લઈ આપી મોટી જાણકારી
Rishabh Pant Update Team India: ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત વાપસી માટે પરસેવો પાડી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઋષભ પંતને લઈને મેડિકલ અપડેટ આપ્યું છે. ઋષભ પંતે નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે. આ સાથે તે વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઋષભની ફિટનેસ અપડેટ મળ્યા બાદ ચાહકોમાં તેની વાપસીની આશા વધી ગઈ છે. ઋષભ વર્લ્ડ કપ 2023માં રમશે કે નહીં, તે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ પહેલા ઘણી મેચ રમશે.
BCCIએ જણાવ્યું કે ઋષભ પંત માટે ખાસ તાલીમ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તેની સ્ટ્રેન્થ અને રનિંગ પર કામ કરવામાં આવી રહ્યું છે. તેનાથી પંતને મેદાનમાં પરત ફરવામાં મદદ મળશે. તેણે નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે.
પંતની વાપસીને લઈને ચાહકોએ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. ચાહકોએ ટ્વીટ કરીને ઋષભની વાપસીની આશા વ્યક્ત કરી છે. તે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં.
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023 પહેલા આયર્લેન્ડ સામે ટી-20 સિરીઝ રમવાની છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા એશિયા કપ પણ રમશે.
ઉલ્લેખનીય છે કે પંતની સાથે BCCIએ જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલના ફિટનેસ અપડેટ્સ પણ આપ્યા છે. આ તમામ ખેલાડીઓએ નેટમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.