IND vs SA 2nd T20: કટકમાં ટીમ ઇન્ડિયાએ મેદાન પર પાડ્યો પરસેવો, પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યા હજારો ફેન્સ
ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની 5 T20 મેચની શ્રેણીની બીજી મેચ રવિવારે બારાબતી સ્ટેડિયમ, કટક ખાતે રમાશે. આ મેચ માટે ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. બીજી T20 મેચ અગાઉ ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રેક્ટિસ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાના કેપ્ટન રિષભ પંતે વિવિધ પ્રકારના શોટ્સ રમ્યા હતા. સાથે શ્રે ઐય્યરે પણ મેદાન પર પરસેવો પાડ્યો હતો.
BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ભારતીય ખેલાડીઓની પ્રેક્ટિસની ઘણી તસવીરો શેર કરી છે. આમાં કેપ્ટન પંતની સાથે શ્રેયસ ઐય્યર અને ઉમરાન મલિક પણ જોવા મળી રહ્યા છે. ઉમરાનને સિરીઝની પ્રથમ ટી20 મેચમાં રમવાની તક મળી ન હતી.
દિલ્હીમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં અવેશ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. શક્ય છે કે તેના સ્થાને ઉમરાનને બીજી મેચમાં તક આપવામાં આવે.
ભારતે પ્રથમ T20માં 211 રન બનાવ્યા હતા. જો કે તેમ છતાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી ઈશાને 76 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હાર્દિક પંડ્યા 12 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેપ્ટન પંતે 16 બોલમાં 29 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐય્યર 36 રન બનાવીને આઉટ થયો હતો.
મેચ પહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં બોલરોએ કેપ્ટન પંતને નિરાશ કર્યા હતા. ભુવનેશ્વરે કહ્યું કે અમારા બોલરો પ્રથમ ટી-20 મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા મને ખાતરી છે કે તે સારું પ્રદર્શન કરશે. (તમામ તસવીરોઃ બીસીસીઆઇ)