પાંચમી વેડિંગ એનિવર્સરી પર Sagarika Ghatgeએ પતિ ઝહીર ખાન સાથે શેર કરી ક્યૂટ તસવીર
બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે અને ક્રિકેટર ઝહીર ખાન 23 નવેમ્બરે તેમની પાંચમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ માટે અભિનેત્રીએ તેના પતિ માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાગરિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઝહીર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.
પહેલી તસવીર સાગરિકા અને ઝહીરના લગ્નની છે. જેમાં અભિનેત્રી લાલ સાડીમાં અને ઝહીર ગુલાબી કુર્તામાં જોવા મળે છે. બંનેએ ખૂબ જ સાદગી સાથે લગ્ન કર્યા હતા.
આ સિવાય તમામ તસવીરો કપલના વેકેશનની છે. જેમાં તેમની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
તસવીરો શેર કરતાં સાગરિકાએ લખ્યું, દુનિયાનો શ્રેષ્ઠ માણસ... હેપ્પી એનિવર્સરી... હું તને પ્રેમ કરું છું.
ઝહીર અને સાગરિકાની મુલાકાત વર્ષ 2017માં આઈપીએલ મેચમાં થઈ હતી. જ્યારે તે ઝહીરને સપોર્ટ કરવા આવી હતી. ત્યારે ઝહીર ખાને સાગરિકાને પ્રપોઝ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સાગરિકાએ 23 નવેમ્બર 2017ના રોજ ઝહીર સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ લગ્ન બાદ બંનેએ ઈન્ડસ્ટ્રીના લોકોને ભવ્ય રિસેપ્શન આપ્યું હતું.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
પત્ની સાથે ઝહીર ખાન