કાશ્મીરી યુવતીના પ્રેમમાં સરફરાઝ ખાન ક્લીન બોલ્ડ થયો હતો, ભારતીય શતકવીરની લવસ્ટોરી રસપ્રદ છે
સરફરાઝ ખાને બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. સરફરાઝે જરૂરતના સમયે ટીમ ઈન્ડિયા માટે સદી રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરફરાઝે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી 110 બોલમાં પૂરી કરી. તેણે સદી પૂરી કરી ત્યાં સુધી 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
પોતાની શાનદાર ઇનિંગ્સને કારણે ચર્ચામાં રહેનાર સરફરાઝ ખાનની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. તેણે કાશ્મીરી યુવતી સાથે લગ્ન કર્યા છે.
સરફરાઝની પત્નીનું નામ રોમાના ઝહૂર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરફરાઝ રોમાના સાથે પહેલી જ મુલાકાતમાં પ્રેમમાં પડી ગયો હતો.
આ પછી સરફરાઝે તેના પિતરાઈ ભાઈને રોમાના સાથે લગ્ન કરવાની વાત કરી. ત્યારબાદ પરિવારજનોએ વાત કરી અને સંબંધ ફાઇનલ થયો.
સરફરાઝ અને રોમાનાના લગ્ન 6 ઓગસ્ટ, 2023ના રોજ થયા હતા. બંનેના લગ્ન કાશ્મીરના શોપિયા જિલ્લાના પાશપોરા ગામમાં થયા હતા.