CSK vs DC: IPLમાં શિખર ધવને બનાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, આ કારનામું કરનારો પ્રથમ ખેલાડી બન્યો
IPL 14: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 (IPL)મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. દિલ્હીની જીતના હીરો શિખર ધવને તોફાની બેટિંગ કરી હતી. ધવને 54 બોલમાં 85 રન બનાવ્યા હતા. પોતાની આ ઈનિંગમાં 10 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. આ સાથે ધવને આઈપીએલમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. (Photo credit- IPL)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિખર ધવન આઈપીએલના ઇતિહાસમાં 600 ચોગ્ગા ફટકારનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. શિખર ધવનના નામે હવે આઈપીએલમાં 176 ઈનિંગ્સમાં 601 બાઉન્ડ્રીઝ થઈ ગઈ છે.(Photo credit- IPL)
ડેવિડ વોર્નરના નામે 142 ઈનિંગ્સમાં 510 ચોગ્ગા સાથે બીજા અને વિરાટ કોહલી 507 ચોગ્ગા સાથે ત્રીજા ક્રમે છે.(Photo credit- IPL)
આ સિવાય ધવન સીએસકે સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે વિરાટ કોહલી (Virat Kohli)ને પાછળ પાડી દીધો છે. 85 રનની ઇનિંગ બાદ ધવને સીએસકે સામે 910 રન બનાવી લીધા છે. વિરાટ કોહલીએ સીએસકે સામે 901 રન બનાવ્યા હતા.(Photo credit- IPL)
આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં શિખર ધવન હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ધવન, વિરાટ કોહલી અને સુરેશ રૈના બાદ આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.(Photo credit- IPL)
શિખર ધવન ચેન્નઈ સામે અડધી સદી સાથે આઈપીએલમાં સૌથી વધુ વખત 50 થી વધુ સ્કોર બનાવવા મામલે વિરાટ કોહલી સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે પહોંચી ગયો છે. બન્ને ખેલાડીઓએ અત્યારી સુધી 44 ફિફ્ટી નોંધાવી છે. (Photo credit- IPL)