ભારતીબાપુની આ તસવીરો ક્યારેય નહીં જોઈ હોય, જુઓ માત્ર એક ક્લિકમાં....
વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ ( (Mahamandleshwar Bharti Bapu)93 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. મહામંડલેશ્વર ભારતી બાપુએ અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં દેહ ત્યાગ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીબાપુના પાર્થિવ દેહને જૂનાગઢ ખાતે સમાધિ સ્થાને લઈ જવાશે.
ભારતીબાપુ ગિરનારના જૂના અખાડાના વરિષ્ઠ મહામંડલેશ્વર તરીકે ઓળખાય છે..
ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકાના અરણેજ ગામમાં થયો હતો. તાજેતરમાં જ 2 એપ્રિલના રોજ બાપુના 93માં જન્મદિનનીઊજવણી કરવામાં આવી હતી.
તેમનું પૂર્વાશ્રમનું નામ વનમાળી દાસ હતું. 4 જાન્યુઆરી 1965ના દિવસે દિગંબર દીક્ષા કરાઈ
21 મે 1971માં અમદાવાદમાં ભારતીબાપુએ આશ્રમ સ્થાપ્યો હતો અને 1992માં તેઓ મહામંડલેશ્વર બન્યા.
ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે સૌરાષ્ટ્રભરમાં કામ પણ કર્યું
ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા..