આ ગુજરાતી છોકરાએ ભારતીય યુવા ક્રિકેટરો માટે બનાવેલા ફિટનેસ ચાર્ટના કારણે સિરાજ, નટરાજન, ઠાકુર ઝળક્યા, જાણો કોણ છે સોહમ ?
તમામ તસવીર સૌજન્યઃ સોહમ દેસાઈ ઈન્સ્ટાગ્રામ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોહમ દેસાઇએ ગુજરાતની રણજી ટીમની ફિટનેસ પર પણ કામ કર્યુ છે. સોહમ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીનો ફેન છે.
સોહમ દેસાઇ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી ટીમ ઈન્ડિયા સાથે છે. તેં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલો છે. તેની ખુદની ફિટનેસ શાનદાર છે. તે જિમમાં ખેલાડીઓની સાથે ખુદ પણ મહેનત કરે છે.
વર્લ્ડકપ 2019ની સેમી ફાઇનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના ફિટનેસ ટ્રેનર શંકર બાસુએ રાજીનામું આપ્યું હતું. જે બાદ બોર્ડે શંકર બાસુના જૂનિયિર રહેલા ગુજરાતના સોહમ દેસાઈને ફિટનેસ ટ્રેનર બનાવ્યો હતો.
સીરિઝમાં આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરવા સહિત મેદાન પર પણ ફિલ્ડિંગમાં ચુસ્તતા જોવા મળી છે. સિરાજે ચોથા દિવસની રમત બાદ ન્યૂઝ એજન્સી આઈએએનએસ દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું, હું મારી ફિટનેસનો શ્રેય સોહમ ભાઈ (સોહમ દેસાઈ, સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ)ને આપું છું. તેમણે મારા માટે એક કાર્યક્રમ ડિઝાઇન કર્યો અને મારી ટ્રેનિંગ પર કામ કર્યું. મેં લોકડાઉનથી તેના પર કામ કર્યુ છે. તેના કાર્યક્રમને હું લોકડાઉનથી ફોલો કરતો હતો. મને ખબર પડી કે ફિટનેસ કેટલી જરૂરી છે અને ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તેનું મહત્વ ઘણું હોય છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારત તરફથી શુબમન ગિલ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ટી નટરાજન, વોશિંગ્ટન સુંદરે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. સિરાજે સમગ્ર સીરિઝમાં બોલિંગમાં શાનદાર દેખાવ કર્યો હતો અને ભારત તરફથી સર્વાધિક વિકેટ લેનારો બોલર બન્યો હતો. જ્યારે ટી નટરાજન એક જ પ્રવાસમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરનારો પ્રથમ ખેલાડી બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -