સુરત અકસ્માતમાં છ મહિનાની બાળકીનો ચમત્કારીક બચાવ, જુઓ મૃતકોનું લિસ્ટ
મૃતકોના નામઃ રાકેશ રૂપચંદ, શોભના રાકેશ, દિલીપ ઠકરા, નરેશ બાલુ, વિકેશ મહીડા, રજીલા મહીડા, મુકેશ મહીડા, લીલા મુકેશ, મનિષા, ચંપા બાલુ, બે વર્ષની છોકરી તથા એક વર્ષનો છોકરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અકસ્માતમાં છ માસની બાળકીનો ચમત્કારીક બચાવ થયો છે. જો કે તેના માતા-પિતાનું મોત થયુ છે. મૃતકો મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના વતની છે. તમામ લોકો મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ટ્રેકટરને ટક્કર માર્યા બાદ ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડયાં બાદ ડમ્પર ચાલકે ફૂટપાથ કૂદાવી પાછળની તરફ આવેલી દુકાનો સાથે ભટકાવી દીધું હતું. જેને પગલે પાંચેક જેટલી દુકાનોના શેડ તૂટી ગયા હતા.
સુરતઃ કીમ-માંડવી રોડ પર કોસંબામાં બેકાબૂ બનેલી ટ્રકે રસ્તાની બાજુમાં સૂતા 14 શ્રમજીવીઓને કચડી નાખ્યા હતા. ઘટના રાતના 12 વાગ્યાની આસપાસ બની હતી. અહીં પાલોદ ગામની સીમમાં હાઈવે પર પૂરપાટે આવી રહેલ ટ્રક ચાલકે ઓવરટેક કરવાના ચક્કરમાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં 14 લોકોના મોત થયા હોવા છતાં રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાચી પડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -