Happy Birthday Sourav Ganguly: ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને તરખાટ મચાવી દીધો હતો, ગાંગુલીના જન્મદિવસ પર વાંચો રસપ્રદ કિસ્સો......
Sourav Ganguly Birthday: આજે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૌરવ ગાંગુલીનો જન્મ દિવસ છે, આજે સૌરવ ગાંગુલી પોતાનો 51મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સૌરવ ગાંગુલીનો જન્મ 8 જુલાઇ, 1972ના દિવસે બેહાલા, કોલકત્તામાં થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ગાંગુલીના જન્મદિવસના પ્રસંગે અહીં એક રસપ્રદ કિસ્સો વાંચો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સૌરવ ગાંગુલીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેને ટેસ્ટ ડેબ્યૂ મેચમાં સદી ફટકારીને ખળભળાટ મચાવ્યો હતો. આ પછી તેને નેક્સ્ટ મેચમાં પણ સદી ફટકારી. ગાંગુલી શનિવારે 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર તેમની કારકિર્દી સાથે જોડાયેલી એક રસપ્રદ કિસ્સો વાંચો.
ગાંગુલીએ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ મેચ રમી હતી. તેને જૂન 1996માં ડેબ્યૂ કર્યું હતું. ગાંગુલીએ લૉર્ડ્સમાં રમાયેલી મેચમાં 301 બૉલનો સામનો કરીને 131 રન બનાવ્યા હતા. તેને ડેબ્યૂમાં સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી આગામી મેચ પણ ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી. આ મેચ જુલાઈમાં રમાઈ હતી. જેમાં તેને 136 રન બનાવ્યા હતા.
ગાંગુલીએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2008માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેને આ મેચની પ્રથમ ઇનિંગમાં 85 રન બનાવ્યા હતા. જ્યારે તે બીજા દાવમાં શૂન્ય રને આઉટ થયો હતો. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ગાંગુલીનો સમાવેશ થાય છે.
જો આપણે ગાંગુલીની ઓવરઓલ કરિયર પર નજર કરીએ, તો તે અસરકારક રહી છે. તેને 113 ટેસ્ટ મેચમાં 7212 રન બનાવ્યા છે. આ દરમિયાન 16 સદી અને 35 અડધી સદી ફટકારી હતી. તેને બેવડી સદી પણ ફટકારી છે. તેને 311 વનડેમાં 11363 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 22 સદી અને 72 અડધી સદી ફટકારી છે.
ગાંગુલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પુણે વૉરિયર્સનો ભાગ હતો. આ ઉપરાંત તે અન્ય સ્થાનિક ટીમો માટે પણ રમી ચૂક્યો છે. તે ઈસ્ટ ઝૉન અને બંગાળ તરફથી રમ્યો છે.