Suryakumar Yadav Love Story: કૉલેજમાં જ સાઉથ ઈન્ડિયન છોકરીને દિલ આપી ચુક્યો હતો સુર્યકુમાર, રિલેશનના 4 વર્ષ પછી થયા હતા લગ્ન
Suryakumar Yadav's Wife: એશિયા કપ 2022માં હોંગકોંગ સામે 26 બોલમાં 68 રનની ધમાકેદાર ઇનિંગ રમીને સૂર્યકુમાર યાદવ ખૂબ જ ચર્ચામાં છે. આ વર્ષે તે ટીમ ઈન્ડિયા માટે ઘણી વખત આવી તોફાની ઈનિંગ રમી ચુક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂર્યકુમાર યાદવની પત્નીનું નામ દેવીશા છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2012માં થઈ હતી. ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 29 મે 2016ના રોજ લગ્ન કર્યા હતા.
સૂર્યકુમાર યાદવ વર્ષ 2012માં સાઉથ ઈન્ડિયન યુવતી દેવીશા શેટ્ટીને મળ્યો હતા. આ મુલાકાત મુંબઈની પોદ્દાર ડિગ્રી કોલેજમાં થઈ હતી.
પ્રથમ મુલાકાત વખતે સૂર્યકુમાર માત્ર 22 વર્ષનો હતો અને દેવીશા તેનાથી ત્રણ વર્ષ નાની હતી. અહીં સૂર્યાએ દેવીશાને નૃત્ય કરતી જોઈ. ત્યારથી તે દેવીશાના સપના જોવા લાગ્યો.
સૂર્યકુમારે ધીરે ધીરે દેવીશાની નજીક આવવાનો પ્રયત્ન કર્યો અને તેને સફળતા મળતી રહી. થોડા દિવસોમાં તેણે દેવીશાને પ્રપોઝ કર્યું હતું.
વર્ષ 2012 થી 2016 સુધી આ કપલ રિલેશનશિપમાં હતું. જે બાદ તેઓએ લગ્ન કરી લીધા. પરિવારને પણ આ લગ્નમાં બહુ વાંધો નહોતો કારણ કે લગ્નના બે વર્ષ પહેલા જ સૂર્યકુમારે આઈપીએલ દ્વારા પોતાનું નામ બનાવી લીધું હતું.
સૂર્યા અને દેવીશાના લગ્ન દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્નના દિવસની તસવીરો જોશો તો ખબર પડશે કે આ કપલ તેમના લગ્નને લઈને કેટલું ઉત્સાહિત હતું.
દેવીશા એક સામાજિક કાર્યકર છે. 2013 થી 2015 સુધી, તેમણે NGO 'ધ લાઈટ હાઉસ પ્રોજેક્ટ' માટે સ્વયંસેવક તરીકે કામ કર્યું છે.