SMAT Baroda vs Sikkim: ટી20માં વર્લ્ડ રેકોર્ડ, બરોડાએ સૌથી મોટો સ્કૉર બનાવીને રચ્ચો ઇતિહાસ
Highest T20 Total Baroda SMAT 2024: બરોડાની ટીમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કમાલ કરતા T20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ટૂર્નામેન્ટમાં સિક્કિમ સામે રમાઈ રહેલી મેચની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા બરોડાએ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 349 રન બનાવ્યા હતા. આ T20 ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બની ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજ પહેલા કોઈ ટીમ ટી20માં આટલા રન બનાવી શકી નથી. આ પહેલા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો. તેણે આ વર્ષે ગામ્બિયા સામે 20 ઓવરમાં 344 રન બનાવ્યા હતા.
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ભાનુ પનિયાએ બરોડા તરફથી સૌથી તોફાની બેટિંગ કરી હતી 262.75ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા આ ખેલાડીએ 51 બોલમાં અણનમ 134 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 15 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. આ સિવાય ઓપનર શાશ્વત રાવત (43 રન) અને અભિમન્યુ સિંહ રાજપૂત (53 રન)એ ટીમને સારી શરૂઆત અપાવી હતી.
શિવાલિક શર્માએ પણ 55 અને વિષ્ણુ સોલંકીએ પણ 16 બોલમાં તોફાની અડધી સદી ફટકારી હતી. આ બેટ્સમેનોની મદદથી બરોડાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સિક્કિમ સામેની આ ઇનિંગમાં બરોડાએ કુલ 37 સિક્સર ફટકારી હતી. નોંધનીય છે કે બરોડાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અગાઉનો સૌથી વધુ ટીમ સ્કોર પંજાબનો હતો, જેણે ટૂર્નામેન્ટની છેલ્લી સીઝનમાં આંધ્ર સામે 275 રન બનાવ્યા હતા.
T20 ક્રિકેટમાં ટીમનો સર્વોચ્ચ સ્કોર અહીં આપવામાં આવ્યા છે - (1) બરોડા 349/5 વિરુદ્ધ સિક્કિમ - 2024, (2) ઝિમ્બાબ્વે 344/4 વિરુદ્ધ ગામ્બિયા - 2024, (3) નેપાળ 314/3 વિરુદ્ધ મંગોલિયા - 2023, (4) ભારત 297/6 વિરુદ્ધ બાંગ્લાદેશ - 2024.
સિક્કિમ સામે રમાયેલી મેચમાં T20 ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવા ઉપરાંત, બરોડાએ T20 ઈનિંગ્સમાં સૌથી વધુ 37 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
આ સિવાય ટી20 મેચની એક ઇનિંગમાં બાઉન્ડ્રી (છગ્ગા અને ચોગ્ગા)ની મદદથી 294 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઈતિહાસમાં આ 300થી વધુનો પ્રથમ સ્કોર હતો. આ પહેલા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર પંજાબે છેલ્લી સીઝનમાં એટલે કે 2023માં બનાવ્યો હતો. પંજાબે આંધ્રપ્રદેશ સામેની મેચમાં 20 ઓવરમાં 275 રન બનાવ્યા હતા.