Photos: ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ ડ્રેસિંગ રૂમમાં શું શું થયું? જાણો અપડેટ
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં એકદમ અલગ જ માહોલ જોવા મળ્યો હતો. વિજય બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ખેલાડીઓ માટે ખાસ ભાષણ આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 જીતી લીધો છે. આ ટ્રોફી જીતવી એ દરેક ખેલાડીનું સપનું હોય છે. પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે આ સપનું સાકાર કર્યું. આ જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ સારો માહોલ જોવા મળ્યો હતો. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ સ્પીચ આપી હતી.
મહત્વની વાત એ પણ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ બંને ખેલાડીઓએ જીત બાદ ડ્રેસિંગ રૂમમાં સ્પીચ આપી હતી. ખેલાડીઓની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
ટીમ ઈન્ડિયાની જીત બાદ ખેલાડીઓએ ટ્રોફી સાથે પોતાના ફોટા ક્લિક કરાવ્યા હતા. જસપ્રીત બુમરાહ પણ ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી સાથે જોવા મળ્યો હતો.
વિરાટ કોહલી ટ્રોફીને કિસ કરતો જોવા મળ્યો હતો. કોહલીએ હવે T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું છે. તેણે ફાઈનલ મેચમાં 76 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
સૂર્યકુમાર યાદવે ફિલ્ડિંગમાં શ્રેષ્ઠતા દર્શાવી હતી. તેણે સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ દરમિયાન એક શાનદાર કેચ પકડ્યો હતો. (તમામ તસવીરોઃ X)