T20 World Cup: પેટ કમિન્સ પહેલા આ બોલર્સ T20 વર્લ્ડકપમાં લઈ ચુક્યા છે હેટ્રિક, જાણો કયા કયા બોલર્સે કર્યુ છે આ કારનામું
બ્રેટ લી - T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બ્રેટ લી હતો. તેણે 2007 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં સતત 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે શાકિબ અલ હસન, મશરફે મોર્તઝા અને આલોક કપાલીની વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ટિસ કેમ્ફર - આયર્લેન્ડના કર્ટિસ કેમ્ફરે 2021 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામેની મેચમાં સતત ત્રણ નહીં પરંતુ ચાર વિકેટ ઝડપી હતી. તેણે કોલિન એકરમેન, રાયન ટેન ડોઇશ, સ્કોટ એડવર્ડ્સ અને છેલ્લે રોએલોફ વાન ડેર મર્વેને આઉટ કર્યા. અત્યાર સુધી, તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત 4 વિકેટ લેનાર એકમાત્ર બોલર છે. આયર્લેન્ડે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.
વાનિંદુ હસરંગા - 2021 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો વાનિંદુ હસરંગા બીજો બોલર હતો, જેણે સળંગ ત્રણ બોલમાં દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ, ટેમ્બા બાવુમા અને ડ્વેન પ્રિટોરિયસને પેવેલિયનમાં મોકલી દીધા હતા. હસરંગાની હેટ્રિક છતાં શ્રીલંકા 4 વિકેટના અંતરથી મેચ હારી ગયું હતું.
કાગિસો રબાડા - કાગિસો રબાડાએ 2021 વર્લ્ડ કપની ત્રીજી હેટ્રિક લીધી. તેણે ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. રબાડાની ઘાતક બોલિંગ સામે ક્રિસ વોક્સ, ઈયોન મોર્ગન અને ક્રિસ જોર્ડને સતત ત્રણ બોલમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. રબાડાની ટીમ દક્ષિણ આફ્રિકાએ આ મેચ 10 રને જીતી લીધી હતી.
કાર્તિક મયપ્પન - UAEના લેગ સ્પિનર કાર્તિક મયપ્પને 2022 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં હેટ્રિક લીધી હતી. તેણે ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા અને દાસુન શંકાને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી. આ હેટ્રિક છતાં તે શ્રીલંકાને 79 રનથી જીતતા રોકી શક્યો નહોતો.
જોશુઆ લિટલ - 2024 પહેલા આયર્લેન્ડ એકમાત્ર એવી ટીમ હતી જેના બે ખેલાડીઓએ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી હતી. 2021 માં, જોશુઆ લિટલએ આયર્લેન્ડ માટે આ પરાક્રમ કર્યું હતું. 2022માં તેણે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન, જેમ્સ નીશમ અને મિશેલ સેન્ટનરને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી હતી. તેમ છતાં આયર્લેન્ડ આ મેચ 35 રને હારી ગયું હતું.