Team India : એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, જુઓ તસવીરો
એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 50 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં માત્ર 6.1 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના લક્ષ્યાંક હાંસલ કરી લેવામાં આવ્યો છે
ઇશાન કિશન પોતાની કારમાં બેસી ઘરે જવા રવાના થયો હતો.
મુંબઈ પહોંચનારા ખેલાડીઓમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે.
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ મુંબઈના કલીના એરપોર્ટથી નીકળતા અને પછી પોતાની કારમાં બેસીને ઘરે જતા જોવા મળે છે.
એરપોર્ટ પરથી કુલ પાંચ કાર નીકળી હતી જેમાં ખેલાડીઓ બેઠા હતા. વિરાટ કોહલી પહેલા બહાર આવ્યો અને પછી શ્રેયસની કાર તેની પાછળ આવી હતી. ઐય્યર પોતે કાર ચલાવી રહ્યા હતા.
જસપ્રીત બુમરાહ પણ કારમાં બેસી ઘરે જવા રવાના થયો હતો
મુંબઇ એરપોર્ટ પરથી ઘરે જવા રવાના થયેલો વિરાટ કોહલી
હાર્દિક પંડ્યા પણ પોતાની કારમાં બેસી ઘરે જવા રવાના થયો હતો.