PHOTOS: તે જ મેદાન પર રમાશે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની બીજી ટેસ્ટ, જ્યાં 36 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી ટીમ ઇન્ડિયા
Indian Cricket Team 36 All Out: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની બીજી ટેસ્ટ એડિલેડ ઓવલ ખાતે રમાશે. આ એ જ મેદાન છે જ્યાં ટીમ ઈન્ડિયા 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દિવસોમાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીરીઝની પ્રથમ મેચ પર્થના પર્થ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 295 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
હવે બંને ટીમો સીરીઝની બીજી ટેસ્ટ માટે એડિલેડના એડિલેડ ઓવલ મેદાનમાં આમને સામને ટકરાશે. બીજી ટેસ્ટ 06 થી 10 ડિસેમ્બર વચ્ચે રમાશે.
એડિલેડ ઓવલ એ જ મેદાન છે જ્યાં 2020માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 36 રનના સ્કૉર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમ માટે આ મેદાન પર રમવું બિલકુલ સરળ નહીં હોય.
મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 36 રનના સ્કૉર સુધી જ સિમિત રહી હતી. ટીમના તમામ 11 બેટ્સમેનો સિંગલ ડિજિટ એટલે કે ડબલ ડિજિટના સ્કૉર પર પેવેલિયન પરત ફર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા આ વખતે એડિલેડ ઓવલમાં કેવું પ્રદર્શન કરે છે. આ પિંક બોલ ટેસ્ટ હશે.