Rivaba Jadeja : ક્રિકેટ સાથે જોડાયેલી આ હસ્તીઓ પણ રાજનીતિમાં અજમાવી ચુકી છે હાથ
રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચૂક્યા છે. તે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ થોડા વર્ષો પહેલા જ રાજકારણમાં સક્રિય થયા છે. 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. હાલ તેઓ દિલ્હીથી લોકસભાના સાંસદ છે. ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011ની વિજેતા ટીમનો સભ્ય રહી ચૂક્યો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ રાજકારણમાં પોતાને અજમાવી ચૂક્યા છે. અઝહરુદ્દીન વર્ષ 2009માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક પરથી 2009માં લોકસભા ચૂંટણી પણ જીત્યા હતા
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કીર્તિ આઝાદ 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. તેઓ લાંબા સમયથી ભાજપના મોટા નેતાઓમાં સામેલ હતા. આ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા.
પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની ગણતરી દિગ્ગજ નેતાઓમાં થાય છે. તેઓ વર્ષ 2004માં ભાજપમાં જોડાયા હતા. તેઓ સતત 10 વર્ષ સુધી લોકસભાના સાંસદ રહ્યા. 13 વર્ષ સુધી ભાજપમાં રહ્યા બાદ સિદ્ધુ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ પંજાબ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.