IN PICS: દુનિયાના આ ક્રિકેટરોએ ધર્મ પરિવર્તન કર્યું, એકે ઇસ્લામ છોડી દીધો; યાદીમાં 3 ભારતીય અને 1 પાકિસ્તાની છે

રોબિન ઉથપ્પા: ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. પછી 25 વર્ષની ઉંમરે તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વિનોદ કાંબલી: સચિન તેંડુલકરના મિત્ર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીનો પણ ધર્મ બદલનાર ક્રિકેટરોની યાદીમાં સમાવેશ થાય છે. કાંબલી હિંદુમાંથી ખ્રિસ્તી બન્યા.

વેઈન પાર્નેલ: દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર વેઈન પાર્નેલ પણ ધર્મ પરિવર્તન પામ્યા. પાર્નેલ ખ્રિસ્તી હતા. બાદમાં તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો.
તિલકરત્ને દિલશાનઃ શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન તિલકરત્ને દિલશાને પણ ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલશાને ઈસ્લામ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
સૂરજ રણદીપઃ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સૂરજ રણદીપ અગાઉ ઇસ્લામ ધર્મમાં માનતા હતા. પછી તેણે ઈસ્લામ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
યુસુફ યોહાના: પાકિસ્તાનના ભૂતપૂર્વ બેટ્સમેન યુસુફ યોહાનાએ ખ્રિસ્તી ધર્મ છોડીને ઈસ્લામ અંગીકાર કર્યો.
કૃપાલ સિંહ: સ્વર્ગસ્થ ભારતીય ક્રિકેટર ક્રિપાલ સિંહે શીખ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો.