Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
વન ડેમાં આ ખેલાડીઓ વિચિત્ર રીતે થઈ ચુક્યા છે આઉટ, ભારતનો એક ખેલાડી અમદાવાદમાં થયો હતો આઉટ
વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ વન ડેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિગ કરવાનો ફેંસલો કર્યો હતો. શ્રીલંકાની ટીમ 49 ઓવરમાં 232 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. કરૂણારત્ને અને ગુણાથીલિકાએ પ્રથમ વિકેટ માટે 105 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ તેમનો રકાસ થયો છે. વેસ્ટ ઈન્ડિઝે શાઈ હોપના 110 અને એવિન લુઇસના 65 રનની મદદથી મેચ 8 વિકેટથી જીતી હતી.આ મેચમાં શ્રીલંકા તરફથી અડધી સદી ફટકારનારા ઓપનિંગ બેટ્સમેન ધનુષ્કા ગુણાથિલાકાને વિચિત્ર રીતે આઉટ આપવામાં આવ્યો હતો. એમ્પાયરે તેને ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ એટલે કે ફિલ્ડર્સને વિધ્ન પહોંચાડવા માટે દોષી માનીને આઉટ આપ્યો હતો. જેના પર હવે બબાલ થઈ રહી છે. ક્રિકેટ વિશ્વમાં તે ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થનારો આઠમો ખેલાડી હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકેટ જગતમાં ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થનારો સૌપ્રથમ ખેલાડી પાકિસ્તાનનો રમીઝ રાજા હતો. તે 1987માં કરાંચીમાં ઈંગ્લેન્ડ સામે આ રીતે આઉટ થયો હતો.
ભારતનો મોહિન્દર અમરનાથ 1989માં અમદાવાદમાં રમેયલી વન ડેમાં શ્રીલંકા સામે ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થયો હતો.
2006માં પાકિસ્તાનનો ઈંઝમામ ઉલ હક પેશાવરમાં ભારત સામે ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થયો હતો અને તે ક્રિકેટ વિશ્વમાં આ રીતે આઉટ થનારો ત્રીજો ખેલાડી હતો.
2013માં પાકિસ્તાનનો મોહમ્મદ હફીઝ ડર્બનમાં રમાયેલી વન ડેમાં સાઉથ આફ્રિકા સામે ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થનારો ચોથો ખેલાડી બન્યો હતો.
આ જ વર્ષે એટલે કે 2013માં પાકિસ્તાનનો જ અનવર અલી સાઉથ આફ્રિકા સામે પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી વન ડેમાં ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ થનારો પાંચમો ખેલાડી બન્યો હતો.
ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 2015માં ઓસ્ટ્રેલિયા સામે લંડનમાં રમાયેલી વન ડેમાં ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ થયો હતો.
2019માં અમેરિકાનો ઝેવિયર માર્શલ યુએઈ સામે શારજહામાં રમાયેલી વન ડેમાં ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થનારો સાતમો ખેલાડી બન્યો હતો.