IPL Auction 2022 : આઇપીએલમાં ધમાલ મચાવનારા આ ત્રણ ખેલાડીઓને કોઇએ ના ખરીદ્યા, જાણો કોણ છે ?
IPL Auction 2022 : ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 2022 માટે આજે ખેલાડીઓની હરાજી બેંગ્લુરુમાં શરૂ થઇ ગઇ છે. આ બોલીમાં એકથી એકથી ચઢિયાતા નામોએ બાજી મારી. ભારતીય ખેલાડીઓની સાથે સાથે વિદેશી ખેલાડીઓને પણ બોલબાલા રહી. પરંતુ આ બધાની વચ્ચે ત્રણ એવા ખેલાડીઓને દરેક ફેન્ચાઇઝીએ નજરઅંદજ કર્યા છે, જે પોતાના દમ પર મેચ જીતાડી શકવાની કાબેલિયત રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે 12 ટીમો ઓકશનમાં ભાગ લઇ રહી છે. IPL ગવર્નીંગ કાઉન્સિલના ચેરમેન બૃજેશ પટેલે જણાવ્યું છે કે આ વખતે 2 નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જોડાઈ રહી છે.
ડેવિડ મિલર- ક્રિકેટ જગતમાં કિલર મિલર તરીકે જાણીતા આફ્રકન બેટ્સમેન ડેવિડ મિલરને આ વખતે ખરીદનારો કોઇ ના મળ્યો, તેના આ વખતે અનસૉલ્ડ રહેવુ પડ્યુ છે.
સુરેશ રૈના- મિસ્ટર IPLના નામથી જાણીતા ટોચના ખેલાડી સુરેશ રૈના અનસોલ્ડ રહ્યા. તેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. IPL 2021 દરમિયાન ચાલુ સીઝનમાં જ ચેન્નાઈએ તેને ડ્રોપ કરી દીધો હતો.
સ્ટીવ સ્મિથ- IPLમાં રાજસ્થાન રોયલ્સની કપ્તાની કરી ચૂકેલ સ્ટીવ સ્મિથ પણ અનસોલ્ડ રહ્યો છે. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ હતી. તેઓ ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યા હતા.