U19 World Cup 2022: ભારતને પાંચમીવાર ચેમ્પિયન બનતા રોકી શકે છે આ ત્રણ ઇંગ્લિશ ખેલાડીઓ, જાણો કોણ છે ને શું છે તેમની તાકાત
IND vs ENG U19 World Cup Final 2022: અંડર-19 વર્લ્ડકપ ફાઇનલ (U19 World Cup Final) મેચમાં ભારતીય ટીમ (India U19 Team) પાંચમી વાર ખિતાબ પોતાના નામે કરવા ઉતરશે. ભારતના યુવા ખેલાડીઓએ જે રીતે આ આખા વર્લ્ડકપમાં પરફોર્મન્સ કર્યુ છે, તેને જોતા આ કામ મુસ્કેલ નથી લાગતુ. પરંતુ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આજની ફાઇનલમાં ખિતાબી ટક્કર રોમાંચક રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે વિપક્ષી ટીમ ઇંગ્લેન્ડ (England U19 Team)માં ત્રણ ખેલાડી એવા છે, જે ભારતીય ટીમની જીતમાં દિવાલ બની શકે છે. આ તે ખેલાડી છે, જે પોતાના દમ પર ટીમને ફાઇનલમાં લઇને આવ્યા છે. જાણો આ કયા કયા ખેલાડીઓ છે...........
1. કેપ્ટન ટૉમ પ્રેસ્ટ (Tom Prest): ઇંગ્લિશ ટીમના કેપ્ટન ટૉમ પ્રેસ્ટ ભારતીય ટીમ માટે સૌથી મોટી પરેશાન બની શકે છે. આ આખા વર્લ્ડકપમાં ટૉમ પ્રેસ્ટ ત્રીજો સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. તેને પાંચ મેચમાં 73ની એવરેજથી 292 રન બનાવ્યા છે. ખાસ વાત છે કે તેને આ રન વિસ્ફોટક અંદાજમાં બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં તેની સ્ટ્રાઇક રેટ 103.85ની રહી છે, જે ટૉપ-10 લીડ સ્કૉરરમાં સૌથી વધુ છે. આ ટૂર્નામેન્ટમાં ટૉપ ટેન બેટ્સમેનની એક ઇનિંગ પણ તેના નામે નોંધાયેલી છે. ટૉમ પ્રેસ્ટે વર્લ્ડકપની એક મેચમાં 154 રનની અણનમ ઇનિંગ પણ રમી હતી.
2. જોશુઆ બાયડન (Joshua Boyden): 17 વર્ષનો આ ખેલાડી ઇંગ્લેન્ડ ટીમ માટે લીડ બૉલર છે. આ વર્લ્ડકપમાં જોશુઆ બાયડનએ 5 મેચોમાં 124 રન આપીને 13 વિકેટો ઝડપી છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બૉલરમાં તે ચોથા નંબર પર છે. ખાસ વાત છે કે તેની બૉલિંગ એવરેજ 9.53 ની છે. એટલ કે દરેક 9 રન આપ્યા બાદ વિકેટ ઝડપી છે. ટૂર્નામેન્ટના 10 સૌથી વધુ વિકેટ લેનારી આ સૌથી બેસ્ટ બૉલિંગ એવરેજ છે.
3. રેહાન અહેમદ (Rehan Ahmed): ઇંગ્લેન્ડના આ સ્ટાર સ્પિનરે આ વર્લ્ડકપમાં શાનદાર પરફોર્મન્સ બતાવ્યુ છે. રેહાને માત્ર 3 મેચોમાં 12 વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો છે. આની બૉલિંગ એવરેજ પણ 10ની અંદર છે. ટૂર્નામેન્ટના 10 સૌથી વધુ વિકેટ લેનારા તે સાથી ખેલાડી જોશુઆ બાયડન બાદ બીજો સૌથી બેસ્ટ બૉલિંગ એવરેજ વાળો બૉલર છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ રોમાંચક સેમિ ફાઇનલ મેચમાં રેહાને 4 વિકેટ ઝડપીને ઇંગ્લિશ ટીમને 15 રનથી જીત અપાવી હતી.
ઇંગ્લેન્ડ ટીમ 24 વર્ષમાં પહેલીવાર અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યુ છે, ઇંગ્લિશ ટીમે અફઘાનિસ્તાનને સેમિ ફાઇનલમાં હારવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ઇંગ્લેન્ડની ટીમ- ટૉમ પ્રેસ્ટ (કેપ્ટન), જૉર્જ બેલ, જોશુઆ બૉયડેન, એલેક્સ હોર્ટન, રેહાન અહેમદ, જેમ્સ સેલ્સ, જૉર્જ થૉમસ, થૉમસ એસ્પિનવાલ, નાથન બર્નવેલ, જેકબ બેથેલ, જેમ્સ કોલેસ, વિલિયમ લક્સટન, જેમ્સ રિયૂ, ફતેહ સિંહ, બેન્ઝામિન ક્લિફ