ICC વ્હાઇટ બોલ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 ભારતીય બેટ્સમેન

જ્યારે પણ ICC ટુર્નામેન્ટમાં રન બનાવવાની વાત આવે છે, ત્યારે વિરાટ કોહલીનું નામ દરેકના મનમાં સૌથી પહેલા આવે છે. આ યાદીમાં પણ વિરાટ કોહલી ટોચ પર છે. તેણે અત્યાર સુધીમાં ICC વ્હાઇટ બોલ ટુર્નામેન્ટમાં 84 ઇનિંગ્સમાં 3738 રન બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા આ યાદીમાં બીજા નંબરે છે. રોહિતે અત્યાર સુધીમાં 84 ઇનિંગ્સમાં 3337 રન બનાવ્યા છે.

આ યાદીમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું નામ ત્રીજા નંબરે છે. માસ્ટર બ્લાસ્ટરે ICC વ્હાઇટ બોલ ઇવેન્ટમાં 58 ઇનિંગ્સમાં 2719 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ મિડલ ઓર્ડર બેટ્સમેન યુવરાજ આ યાદીમાં ચોથા નંબરે છે. યુવરાજે ICC વ્હાઇટ બોલ ઇવેન્ટ્સમાં 62 ઇનિંગ્સમાં 1707 રન બનાવ્યા છે.
આ યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પાંચમા ક્રમે છે. ગાંગુલીએ 32 ઇનિંગ્સમાં 1671 રન બનાવ્યા છે.