Umesh yadavએ પત્ની તાન્યા સાથે મહાકાલના કર્યા દર્શન, ટ્વિટ કરી લખી દિલની વાત
ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવ તેની પત્ની સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો તેણે અહીં બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો અને ગર્ભગૃહમાં જળ અને દૂધ ચઢાવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ક્રિકેટર ખેલાડી ઉમેશ યાદવ સોમવારે મહાકાલ મંદિર પહોંચ્યો હતો. સવારે 4 કલાકે યોજાનારી ભસ્મ આરતીમાં હાજરી આપી હતી.
આ દરમિયાન તે શિવની ભક્તિમાં મગ્ન જોવા મળ્યો હતો. ભસ્મ આરતી પછી તે ગર્ભગૃહ પહોંચ્યો હતો જ્યાં તેણે બાબા મહાકાલને પાણી અને દૂધથી અભિષેક કર્યો હતો.
મંદિર સમિતિના નિયમો અનુસાર તેણે ધોતી પહેરી હતી. ક્રિકેટર ઉમેશ યાદવે ભગવાન મહાકાલના દર્શન કર્યા બાદ પોતાના ટ્વિટર હેન્ડલ પર તસવીરો શેર કરતા ખૂબ જ સુંદર મંત્ર લખ્યો છે.
આ પહેલા પણ ક્રિકેટ સ્ટાર ઉમેશ યાદવ મહાકાલેશ્વર મંદિરમાં આવ્યો છે, જ્યાં તેણે ભગવાન મહાકાલેશ્વરની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા.