Photos: વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 15 વર્ષ, જાણો તેના 15 રેકોર્ડ્સ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 15 વર્ષ પહેલા આ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. અમે તમને કોહલીના કરિયરના 15 રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 18 ઓગસ્ટ 2008ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકે પોતાની પ્રથમ મેચ રમી હતી. તે પછી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી અત્યારે બીજા નંબર પર છે. જ્યાં ભૂતપૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરના નામે 100 આંતરરાષ્ટ્રીય સદી નોંધાયેલી છે. જ્યારે કોહલી અત્યાર સુધી 76 સદી ફટકારવામાં સફળ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સીરિઝ જીતવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલી 20 વખત આ એવોર્ડ જીતી ચૂક્યો છે.
વનડે ફોર્મેટમાં 142 કેચ પકડવાની વિરાટ કોહલીના નામે નોંધાયેલી છે. એક ભારતીય ખેલાડી તરીકે કોહલીએ આ ફોર્મેટમાં અન્ય ફિલ્ડરોની સરખામણીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેચ પકડ્યા છે.
વન- ક્રિકેટમાં વિરાટ કોહલી અત્યાર સુધી સૌથી ઝડપી 7000 રનથી 12000 રન પૂરા કર્યા છે. બીજી તરફ, કોહલીએ 13 હજાર રન પૂરા કરવા માટે માત્ર 102 વધુ રન બનાવવાના છે
વન ક્રિકેટમાં વિરાટ કોહલી ઓછામાં ઓછી 50 ઇનિંગ્સમાં સૌથી વધુ સરેરાશની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને છે. કોહલીએ અત્યાર સુધી 275 વનડેમાં 57.3ની બેટિંગ એવરેજ છે.
એક દેશ સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે. કોહલીએ અત્યાર સુધીમાં શ્રીલંકા સામે તમામ ફોર્મેટમાં કુલ 10 સદી નોંધાવી છે.
વિરાટ કોહલીના નામે આ સમયે ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. કોહલીએ અત્યાર સુધી ઈન્ટરનેશનલ ટી20માં 4008 રન બનાવ્યા છે.
હાલમાં રમતા ખેલાડીઓમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ અત્યાર સુધીમાં ત્રણેય ફોર્મેટમાં કુલ 25,582 રન બનાવ્યા છે.
અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા ખેલાડીઓમાં વિરાટ કોહલીના નામે 150 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. કોહલી 16 વખત આ કારનામું કરી શક્યો છે.
વિરાટ કોહલી એશિયન ક્રિકેટનો પહેલો એવો કેપ્ટન છે જેણે ઓસ્ટ્રેલિયા જઈને ટેસ્ટ સિરીઝ જીતી છે. કોહલીના નેતૃત્વમાં ભારતે વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે 2-1થી હરાવ્યું હતું.
કેપ્ટન તરીકે તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી પ્રથમ સ્થાન પર છે. કોહલીના નામે કેપ્ટન તરીકે 12883 રન છે.વિરાટ કોહલી અત્યાર સુધી તેની કારકિર્દીમાં 9 વખત ICC એવોર્ડ જીતવામાં સફળ રહ્યો છે.
હાલમાં રમતા ખેલાડીઓમાં ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ 200 કે તેથી વધુ રન બનાવવાના મામલે કોહલી પ્રથમ સ્થાને છે. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ 7 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંડુલકર પછી, વિરાટ કોહલી સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતવાના મામલે બીજા સ્થાને છે. સચિને તેની કારકિર્દીમાં 76 વખત આ એવોર્ડ જીત્યો છે, જ્યારે કોહલીએ અત્યાર સુધીમાં 63 વખત આ એવોર્ડ જીત્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વખત અડધી સદી રમવાના મામલે પ્રથમ સ્થાન ધરાવે છે. કોહલીના નામે 131 અડધી સદી છે. (તમામ તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)