IPL 2022: મયંક અગ્રવાલ છે કરોડોની સંપત્તિનો માલિક, મયંકના સસરા છે DGP
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની સીઝન અગાઉ પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને નવો કેપ્ટન બનાવ્યો છે. આ ઓપનર બેટ્સમેનને પંજાબે હરાજી પહેલા 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. પંજાબ હજુ સુધી આઈપીએલ ટાઈટલ જીતી શક્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમયંકનો જન્મ 16 ફેબ્રુઆરી 1991ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. મયંકના પિતા અનુરાગ અગ્રવાલ હેલ્થકેર કંપનીના સીઈઓ છે, જ્યારે તેની માતા સુચિત્રા સિંહ ગૃહિણી છે.
રિપોર્ટ અનુસાર, મયંક અગ્રવાલની કુલ સંપત્તિ લગભગ 3.5 મિલિયન યુએસ ડોલર છે, જે ભારતીય ચલણમાં લગભગ 26 કરોડ રૂપિયા છે.
મયંક અગ્રવાલ બેંગ્લોરમાં એક લક્ઝરી ડિઝાઈનર હાઉસનો માલિક છે. ઉપરાંત, મયંક અગ્રવાલ દેશભરમાં અનેક રિયલ એસ્ટેટ પ્રોપર્ટીનો પણ માલિક છે. મયંક અગ્રવાલ પાસે મર્સિડીઝ એસયુવી છે.
મયંક અગ્રવાલે જૂન 2018માં તેની બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે લગ્ન કર્યા, જે એક વકીલ છે. બંને સ્કૂલના દિવસોથી જ એકબીજાના સારા મિત્રો હતા. આશિતાના પિતા પ્રવીણ સૂદ પોલીસ કમિશનર પદે રહી ચૂક્યા છે, જ્યારે તેઓ હાલમાં કર્ણાટકના ડીજીપી છે.
મયંક અગ્રવાલે 16 ટેસ્ટ મેચમાં 43.30ની એવરેજથી 1429 રન બનાવ્યા છે. જેમાં મયંક અગ્રવાલે 4 સદી અને 6 અડધી સદી ફટકારી છે.
મયંક અગ્રવાલે ટીમ ઈન્ડિયા તરફથી પાંચ વન-ડે મેચ રમી છે જેમાં તેણે 86 રન બનાવ્યા છે.
મયંક અગ્રવાલ અત્યાર સુધીમાં 100 આઇપીએલ મેચ રમી ચૂક્યો છે. જેમાં મયંકે 23.41ની એવરેજથી 2131 રન બનાવ્યા છે. IPLમાં મયંકના નામે એક સદી અને 11 અડધી સદી છે.