Photos: WTC ઈતિહાસમાં ઈંગ્લેન્ડે સૌથી વધુ મેચ ગુમાવી છે, જાણો કઈ ટોપ-5 ટીમો સૌથી વધુ ટેસ્ટ હારી છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનાર ટીમોની યાદીમાં ઈંગ્લેન્ડ ટોચ પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં અત્યાર સુધી ઈંગ્લેન્ડ સૌથી વધુ 23 મેચ હારી છે. (તસવીર- સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં ઈંગ્લેન્ડ બાદ બાંગ્લાદેશ બીજા સ્થાને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બાંગ્લાદેશ અત્યાર સુધી 21 મેચ હારી ચૂક્યું છે. (તસવીર- સોશિયલ મીડિયા)
જ્યારે આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝ ત્રીજા સ્થાને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝે 35 મેચ રમી છે. જેમાં તેને 21 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. (તસવીર- સોશિયલ મીડિયા)
આ પછી દક્ષિણ આફ્રિકા ચોથા નંબર પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાએ 34 મેચ રમી છે, જેમાં તેને 17 હારનો સામનો કરવો પડ્યો છે. (તસવીર- સોશિયલ મીડિયા)
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનાર ટીમોમાં પાકિસ્તાન પાંચમા સ્થાને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાને અત્યાર સુધી 35 મેચ રમી છે, જેમાં તેને 17 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. (તસવીર- સોશિયલ મીડિયા)