મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, વનડે ક્રિકેટમાં આ મામલે બની દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર, જાણો વિગતે
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ લખનઉમાં રમાયેલી ચોથી વનડેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન મિતાલી રાજે ઇતિહાસ રચી દીધો છે. ખરેખરમાં મિતાલી રાજ હવે વનડે ક્રિકેટમાં 7,000 રન બનાવનારી દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર બની ગઇ છે. તેને સાઉથ આફ્રિકા સામે ચોથી વનડેમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય કેપ્ટન મિતાલી રાજે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરીઝની ચોથી મેચ દરમિયાન પોતાની 213માં મેચમાં 7,000 રન પુરા કર્યા. તેને આ મેચમાં 71 બૉલમાં 45 રનોની ઇનિંગ રમી. પોતાની આ ઇનિંગમાં મિતાલીએ ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI) એ મિતાલીની ઉપલબ્ધિ પર ટ્વીટ કર્યુ- ‘‘મેગ્નિફિસેન્ટ મિતાલી. ટીમ ઇન્ડિયાની વનડે કેપ્ટન 7000 એકદિવસીય આંતરરાષ્ટ્રીય રન પુરા કરનારી પહેલી મહિલા ક્રિકેટર બની. શું શાનદાર પ્રદર્શન કરવા વાળી ખેલાડી.’’
આ ઉપરાંત ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે ઇતિહાસ રચી દીધો હતો. 38 વર્ષીય મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવનારી ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ક્રિકેટર બની ગઇ હતી. મિતાલીએ સાઉથ આફ્રિકા સામે વનડે સીરીઝની ત્રીજી મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. લખનઉમાં રમાયેલી મેચમાં મિતાલીએ જેવી 35 રનના અંગત સ્કૉર પર પહોંચી, તેવી તેને આ આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી.
ઇંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડ્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવનારી મહેલી મહિલા ક્રિકેટર હતી. મિતાલી રાજને તેનાથી આગળ નીકળવા માટે હવે 299 રનની જરૂર છે. આવુ કરીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારી ખેલાડી બની જશે.
મિતાલીએ 1999માં વનડે ક્રિકેટથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મુક્યો હતો. તેને અત્યાર સુધી તેને 212 વનડે રમી છે, અને 7000 રન પુરા કર્યા છે. આ ઉપરાંત મિતાલીએ 89 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં તેના 2364 રન છે. 10 ટેસ્ટ મેચોમાં તેના નામે 663 રન છે.