કોણ છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની આ સુંદર પત્ની, જે WPLમાં મચાવી રહી છે તરખાટ
વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં દેશ-વિદેશની મહિલા ક્રિકેટરો ધૂમ મચાવી રહી છે. લીગમાં કુલ પાંચ ટીમો રમી રહી છે. આ પાંચમાંથી ત્રણ ટીમોના કેપ્ટન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી જ એક કેપ્ટન એલિસા હીલી છે જે લીગમાં યુપી વોરિયર્સની કેપ્ટન છે. એલિસા તેની સુંદરતાની સાથે સાથે WPLમાં તેની રમતને લઈને પણ ચર્ચામાં છે.
એલિસા હીલી ઓસ્ટ્રેલિયાના પુરૂષ ક્રિકેટર મિચેલ સ્ટાર્કની પત્ની છે. બંનેએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. એલિસા અને મિચેલ સ્ટાર્ક બંને અનુભવી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે.
એલિસા ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના નેતૃત્વમાં ટીમને મોટી સફળતા અપાવી છે.
એલિસા હીલી 6 વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનો ભાગ રહી ચૂકી છે. આ દરમિયાન તેણે ઘણી વખત ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી છે.
આ સિવાય હીલી 2 વખત વન-ડે વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય પણ રહી ચૂકી છે. ક્રિકેટ સિવાય એલિસા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
તેણે સ્ટાર્ક સાથેના વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
મિચેલ સ્ટાર્ક પણ ભારતના પ્રવાસ પર છે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં તે મુખ્ય ઝડપી બોલર હતો.