World Cup 2023: લીગ સ્ટેજમાં આ 6 બૉલરોએ વર્તાવ્યો છે સૌથી વધુ કેર, એડમ જામ્પા રહ્યો સર્વશ્રેષ્ઠ
WC 2023 Top Bowlers: ભારતમાં રમાઇ રહેલો આ વખતનો આઇસીસી વનડે વર્લ્ડકપ ખુબ જ રોચક બન્યો છે. ભારતીય ટીમ આ સમયે ટૉપ પર છે, હાલમાં ચાર ટીમો સેમિ ફાઇનાલિસ્ટ થઇ ચૂકી છે. વર્લ્ડકપ 2023ની લીગ તબક્કાની મેચો પૂર્ણ થઈ ગઈ છે. 45 મેચોના આ પ્રથમ વર્લ્ડકપ સ્ટેજમાં 6 બોલરોએ તરખાટ મચાવ્યો છે અને કેટલીય વિકેટો ઝડપી છે. જાણો અહીં લીગ સ્ટેજના 6 ધાંસૂ બૉલરો, જેમને વર્તાવ્યો છે કેર.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાએ આ વર્લ્ડકપમાં અત્યાર સુધીની સૌથી જોરદાર બૉલિંગ કરી છે. વિકેટો લેવામાં તે ટોપ પર છે. તેમનો ઈકોનોમી રેટ પણ શાનદાર રહ્યો છે. ઝમ્પાએ આ વર્લ્ડકપની 9 મેચમાં 18.90ની બોલિંગ એવરેજથી 22 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ પણ માત્ર 5.26 રહ્યો છે.
દિલશાન મદુશંકા શ્રીલંકા માટે સૌથી ઉત્કૃષ્ટ ખેલાડી હતો, જે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો હતો. આ ફાસ્ટ બોલરે 9 મેચમાં 21 વિકેટ લીધી હતી. મદુશંકાએ 25ની બોલિંગ એવરેજ અને 6.70ના ઈકોનોમી રેટથી બોલિંગ કરી હતી.
આ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાના ગેરાલ્ડ કૉએત્ઝીએ ચોંકાવનારું પ્રદર્શન કર્યું હતું. તેને લીગ સ્ટેજમાં માત્ર 7 મેચ રમવા મળી હતી પરંતુ વિકેટ લેવાના મામલે તે ત્રીજા સ્થાને છે. કૉએત્ઝીએ 19.38ની બોલિંગ એવરેજ અને 6.40ના ઈકોનોમી રેટથી 18 વિકેટો લીધી છે.
પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ પણ આ ટૂર્નામેન્ટમાં પોતાની આક્રમકતા પુરવાર કરી હતી. તેણે 9 મેચમાં 26.72ની એવરેજથી 18 વિકેટ લીધી હતી. તેનો ઈકોનોમી રેટ 5.93 હતો.
ટીમ ઈન્ડિયાના જસપ્રીત બુમરાહ પણ આ યાદીમાં સામેલ છે. બુમરાહે 9 મેચમાં 15.64ની શાનદાર બૉલિંગ એવરેજ સાથે 17 વિકેટ લીધી હતી. તેમનો ઈકોનોમી રેટ પણ 3.65 રહ્યો.
દક્ષિણ આફ્રિકાના માર્કો યાન્સેને પણ આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 17 વિકેટ ઝડપી છે. તેણે 8 મેચમાં 24.41ની એવરેજથી આ વિકેટો લીધી છે. તેનો ઈકોનોમી રેટ 6.41 રહ્યો છે.