PHOTOS: પાકિસ્તાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાંથી બહાર, ભારત સહિત આ ત્રણ ટીમો રેસમાં, જુઓ અહીં.......
World Test Championship: તાજેતરમાં જ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઇ હતી, જેમાં પાકિસ્તાની ટીમને ઇંગ્લેન્ડ સામે 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાંથી બહાર થઇ ગઇ છે, હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનું પૉઇન્ટ ટેબલ રૉચક બની ગયુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇંગ્લેન્ડ અને પાકિસ્તાની વચ્ચે સીરીઝ બાદ પાકિસ્તાની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાંથી બહાર થઇ ગઇ છે. આ હાર બાદ હવે લગભગ નક્કી થઇ ગયુ છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ રમશે. જ્યારે બીજી ટીમ માટે ભારત અને સાઉથ આફ્રિકા બન્ને મજબૂત દાવેદાર છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પૉઇન્ટ ટેબલની વાત કરીએ તો હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 76.92 પર્સન્ટ પૉઇન્ટ સાથે ટૉપ પર છે, વળી કાંગારુ ટીમની ફાઇનલમાં રમવુ લગભગ નક્કી થઇ ગયુ છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
વળી, ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પૉઇન્ટ ટેબલમાં ભારત બીજા નંબર પર છે. ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે રમી રહી છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પૉઇન્ટ ટેબલમાં અત્યારે સાઉથ આફ્રિકન ટીમ ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા, ભારત બાદ સાઉથ આફ્રિકાની ટીમ છે. સાઉથ આફ્રિકાની ટીમ ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
પાકિસ્તાની સામેની ટેસ્ટ સીરીઝમાં જીત્યા બાદ પણ ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ રેસમાં બહાર થઇ ગઇ છે. કેમ કે ઇંગ્લેન્ડની ટીમ 5માં નંબર પર છે, તે લગભગ રેસમાંથી બહાર થઇ ગઇ છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)