WTC Stats: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2023માં અત્યાર સુધી કુલ સાત બૉલરોએ ઝડપી છે 50+ વિકેટો, ટૉપ પર છે નાથન લિયૉન
WTC Top Bowlers: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2021-23માં હવે માત્ર બે જ મેચો રમાવવાની બાકી રહી ગઇ છે. અત્યાર સુધી આ ચેમ્પીયનશીપમાં બૉલિંગના મામલામાં ઓસ્ટ્રેલિયન અને ઇંગ્લેન્ડના બૉલરોનો દબદબો રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2021-23માં અત્યાર સુધી વિકેટ લેવાના મામલામાં ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથન લિયૉન ટૉપ પર ચાલી રહ્યો છે. તેને 19 મેચોમાં 83 વિકેટો ઝડપી છે. નાથન લિયૉને આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં 26.97ની બૉલિંગ એવરેજથી બૉલિંગ કરી છે.
WTC 2021-23માં બીજા નંબર પર સૌથી વધુ વિકેટો લેવારો બૉલર કગિસો રબાડા છે. આ પ્રૉટિયાઝ બૉલરે 13 મેચોમાં 21.05 ની બૉલિંગ એવરેજથી 67 વિકેટો ઝડપી છે.
આ લિસ્ટમાં ત્રીજા નંબર પર આર. અશ્વિન છે. અશ્વિને 13 WTC મેચોમાં 19.67 ની લાજવાબ બૉલિંગ એવરેજથી 61 વિકેટો ઝડપી છે.
ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસન અહીં ચોથા નંબર પર છે. એન્ડરસને 15 મેચોમાં 58 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેની બૉલિંગ એવરેજ 20.37 ની રહી છે.
ઇંગ્લેન્ડનો વધુ એક ફાસ્ટ બૉલર અહીં ટૉપ-5માં સામેલ છે. ઓલી રૉબિન્સને 13 મેચોમાં 20.75 ની બૉલિંગ એવરેજથી 53 વિકેટો ઝડપી છે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને ફાસ્ટ બૉલર પેટ કમિન્સ પણ WTC 2021-23માં 53 વિકેટો ઝડપી ચૂક્યો છે. કમિન્સે 15 મેચોમાં 21.22 ની અવેરજથી બૉલિંગ કરતાં આ વિકેટો હાંસલ કરી છે.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે પણ આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં 50+ વિકેટો ઝડપી છે. તેને 16 મેચોમાં 27.27ની બૉલિંગ એવરેજથી 51 વિકેટો ઝડપી છે.