FIFA WC 2022: જર્મન ફૂટબોલરની મંગેતર કતારમાં શોર્ટ ડ્રેસ પહેરીને વિવાદોમાં ઘેરાઈ, તસવીરો થઈ રહી છે વાયરલ
Izabel Goulart Viral Photo: FIFA વર્લ્ડ કપ 2022માં જર્મનીની શરૂઆત ખરાબ રહી હતી. જર્મનીને તેની પ્રથમ મેચમાં જાપાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, આ મેચમાં જર્મન ગોલકીપર કેવિન ટ્રેપની મંગેતર અને મોડલ ઇઝાબેલ ગૌલાર્ટ ચર્ચામાં આવી હતી. વાસ્તવમાં ઇઝાબેલ આ મેચમાં ટ્રેપ નંબરની જર્સી પહેરીને મેદાનમાં આવી હતી. તેની જર્સીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈસાબેલે તાજેતરમાં જ જર્મની ટીમના ગોલકીપર કેવિન ટ્રેપની 12 નંબરની જર્સી પહેરેલી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ઈઝાબેલની જર્સીની આ તસવીર વાઈરલ થવાનું કારણ એ પણ છે કે કતારમાં યોજાયેલા ફીફા વર્લ્ડ કપમાં કપડાંને લઈને અનેક પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા હતા. આમાં એવો પણ નિયમ હતો કે સ્કર્ટ કે ડ્રેસની લંબાઈ ઘૂંટણ સુધી હોવી જોઈએ. જોકે, ઈસાબેલનો ડ્રેસ ઘૂંટણ સુધી નહોતો.
ઇસાબેલ 2005 થી 2008 સુધી વિક્ટોરિયાની સિક્રેટ મોડલ્સમાંથી એક રહી છે. જર્મન ગોલકીપર કેવિન ટ્રેપ સાથે તેની પ્રથમ મુલાકાત 2015માં થઈ હતી.
વર્ષ 2015માં મળ્યા બાદ ઈઝાબેટ અને ટ્રેપે ત્રણ વર્ષના સંબંધ બાદ વર્ષ 2018માં એકબીજા સાથે સગાઈ કરી લીધી હતી. ઇસાબેલ સોશિયલ મીડિયાની ખૂબ જ લોકપ્રિય સેલિબ્રિટી છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર જેવા સ્ટાર ફૂટબોલરો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. ઈસાબેલના ફોલોઅર્સની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ પર તેના 4.5 મિલિયન ફોલોઅર્સ છે. તેના ફેન્સ હંમેશા તેની લેટેસ્ટ તસવીરોની રાહ જોતા હોય છે.