FIFA World Cup Opening Ceremony: ટૂર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત, તસવીરોમાં જુઓ ઓપનિંગ સેરેમની
પૂર્વ ફ્રાન્સના ખેલાડી માર્સેલ દેસાઈલીએ વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. ટૂર્નામેન્ટની પ્રથમ મેચની શરૂઆત પહેલા ઉદ્ઘાટન સમારોહ દરમિયાન દર્શકો સમક્ષ ટ્રોફી લાવવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓપનિંગ સેરેમનીમાં અનેક પ્રકારના પરફોર્મન્સ જોવા મળ્યા હતા. વિશ્વભરના ફૂટબોલ પ્રેમીઓની સામે કલાકારોએ તેમની કળાનું પ્રદર્શન કર્યું હતું.
હોલીવુડના પીઢ અભિનેતા મોર્ગન ફ્રીમેને પણ ઓપનિંગ સેરેમનીમાં પોતાની હાજરી નોંધાવી હતી. ફ્રીમેને ભાષણ આપ્યા બાદ સ્ટેજ પર પણ પરફોર્મ કર્યું હતું.
આ સમારોહમાં પ્રખ્યાત કોરિયન બેન્ડ BTSની હાજરી પણ જોવા મળી હતી. બીટીએસના જંગ કુકે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને અને ચાહકોને પણ તેનું પ્રદર્શન ઘણું પસંદ આવ્યું હતું. કૂક ફિફા વર્લ્ડમાં પર્ફોર્મ કરનારો પ્રથમ કોરિયન એક્ટર બન્યો છે.
FIFA વર્લ્ડ કપ 2022ના અધિકૃત માસ્કોટનો આજીવન અવતાર. માસ્કોટનું અનાવરણ દોહામાં ટુર્નામેન્ટના અંતિમ ડ્રો દરમિયાન કરવામાં આવ્યું હતું અને હવે તે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સતત જોવા મળશે.