શાસ્ત્રી કે રાહુલ દ્રવિડ નહીં પણ માત્ર 6 મેચો રમેલો આ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો કૉચ, હાલ નિભાવી રહ્યો છે આ મોટી જવાબદારી, જાણો
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના આગામી કૉચને લઇને સવાલો પર સવાલો ઉભા થઇ રહ્યાં છે, ત્યારે એક મોટો ઓપ્શન સામે આવ્યો છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડકપ બાદ ખતમ જવા થઇ રહ્યો છે. જોકે, બીજીબાજુ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડના કૉચ બનવાની સંભાવનાઓ હવે ના બરાબર છે. આવી સ્થિતિમાં ટીમ માટે વિક્રમ રાઠૌર ઓપ્શનમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ પ્રમાણે, ટીમ ઇન્ડિયાના કૉચ બનવાની રેસમાં સૌથી આગળ પૂર્વ ક્રિકેટર અને હાલના બેટિંગ કૉચ વિક્રમ રાઠૌર સૌથી આગળ છે. હાલ તેઓ ફ્રન્ટ રનર બનીને સામે આવ્યા છે.
ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ઓક્ટોબર-નવેમ્બરમાં રમનારા ટી20 વર્લ્ડકપ સુધીનો જ છે. રવિ શાસ્ત્રીએ સંકેત આપ્યા છે કે તે ફરીથી ટીમ ઇન્ડિયાના કૉચ નથી બનવા માંગતો.
ખાસ વાત છે કે, રાહુલ દ્રવિડને રવિ શાસ્ત્રીના આઇડિયલ રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવતો હતો, પરંતુ હવે તેની સંભાવનાઓ ના બરાબર છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ હાલ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર છે. નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર તરીકે રાહુલ દ્રવિડનો પહેલો કાર્યકાળ જલ્દી ખતમ થવા જઇ રહ્યો છે. બીસીસીઆઇએ એટલા માટે ડાયેરક્ટરની એપ્લિકેશન ફોર્મ બહાર પાડી દીધુ. રાહુલ દ્રવિડે ફરીથી એનસીએના ડાયેરક્ટર બનવા માટે એપ્લાય કરી દીધુ છે. આ સાથે રાહુલ દ્રવિડ કૉચ બનવાની રેસમાંથી બહાર થઇ ગયો છે.
બીજીબાજુ વિક્રમ રાઠૌર હાલ ટીમ ઇન્ડિયાના બેટિંગ કૉચ છે અને કેપ્ટન વિરાટ કોહલી સાથે તેમના સંબંધ બહુ જ સારા છે. આથી રેસમાં ટૉપ પર છે.
વિક્રમ રાઠૌરના ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો, 52 વર્ષીય આ ભારતીય ક્રિકેટર 1969માં જલાંધરમાં જન્મ્યો હતો, અને ટીમ ઇન્ડિયામાં એક બેટ્સમેન તરીકે રમી ચૂક્યા છે. વિક્રમ રાઠૌરે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 13ની એવરેજથી 131 રન બનાવ્યા છે, અને 7 વનડેમાં 27ની એવરેજથી 193 રન બનાવી શક્યો છે.
વિક્રમ રાઠૌર