Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Afghanistan Crisis: અફઘાનિસ્તાનના કેટલાય શહેરોમાં વિરોધ-પ્રદર્શન, તાલિબાનની ક્રૂરતા શરૂ, જુઓ તસવીરો
Afghanistan Crisis: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની વચ્ચે લોકોએ સ્વતંત્રતા દિવસ મનાવ્યો. આ દરમિયાન કાબુલ સહિત કેટલાય શહેરોમાં લોકો અફઘાનિસ્તાનનો ઝંડો લઇને રસ્તાંઓ પર નીકળ્યા અને તાલિબાનની વિરુદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા હતા. જોકે, આ વાતને લઇને તાલિબાને કેટલાય શહેરોમાં ફાયરિંગ પણ કર્યુ અને બર્બરતા શરૂ કરી દીધી. આ આ ફાયરિંગમાં કેટલાય લોકોના મોત પણ થયા. તસવીરોમાં તાલિબાનના હથિયારધારી લડાકુઓ દેખાઇ રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાબુલના એરપોર્ટ નજીક લોકોએ કારોમાં સવાર થઇને અને પગપાળા માર્ચ કાઢી. તેમના હાથોમાં અફઘાન ધ્વજના સન્માનમાં લાંબા કાળા, લાલ તથા લીલા બનરો હતા. પ્રદર્શનકારી નારા લગાવી રહ્યાં હતા- અમારો ઝંડો, અમારી ઓળખ...... આ બેનર વિરોધનુ પ્રતિક બની રહ્યું છે કેમ કે તાલિબાનીનો પોતાનો ઝંડો છે. તાલિબાનીઓ ફાયરિંગ કરી રહ્યાં છે.
નાંગરહાર પ્રાંતમાં પ્રદર્શનને લઇને એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દેખાઇ રહ્યું છે કે એક પ્રદર્શનકારીને ગોળી વાગી છે. તેનુ લોહી વહી રહ્યું છે તથા લોકો તેને લઇ જવાની કોશિશ કરી રહ્યાં છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, એક પ્રદર્શનકારીએ કહ્યું કે, અસદાબાદમાં તાલિબાન આતંકવાદીઓ દ્વારા ભીડ પર ફાયરિંગ કરવામા આવ્યુ, જેનાથી કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે.
ખોસ્ત પ્રાંતમાં તાલિબાન અધિકારીઓએ પ્રદર્શનને દબાવ્યા બાદ 24 કલાક કર્ફ્યૂ લગાવી દીધો છે. વિદેશ સ્થિતિ પર નજર રાખી રહેલા પત્રકારો પાસેથી એ જાણકારી મળી છે.
કુનાર પ્રાંતમાં પણ લોકો રસ્તાં પર ઉતરી આવ્યા છે. પ્રત્યક્ષદર્શી અને સોશ્યલ મીડિયા પર નાંખવામાં આવેલા વીડિયોથી આ પુષ્ટી થઇ છે. તાલિબાને બુધવારે હિંસક રીતે પ્રદર્શનકારીઓને વેરવિખેર કરી નાંખ્યા હતા. જલાલાબાદમાં પ્રદર્શનકારીઓએ તાલિબાનનો ઝંડો હટાવીને અફઘાનિસ્તાનનો ઝંડો લગાવી દીધો હતો. ત્યાં તાલિબાનના ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થઇ ગયા હતા.
અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં પહોંચી વિપક્ષી નેતા ‘નધર્ન એલાયન્સ’ના બેનર હેઠળ સશસ્ત્ર વિરોધ કરવાને લઇને ચર્ચા કરી રહ્યાં છે. આ સ્થાન ‘નધર્ન એલાયન્સ’ લડાકુઓનો ગઢ છે, જેમને 2001માં તાલિબાન વિરુદ્ધ અમેરિકાનો સાથ આપ્યો હતો. આ એકમાત્ર પ્રાંત છે જે તાલિબાનના હાથમાં નથી આવી શક્યો.
ઉલ્લેખનીય છે કે, તાલિબાન હજુ સુધી તે સરકાર માટે કોઇ યોજના નથી રજૂ કરી શક્યુ, જેને ચલાવવા માટે તે ઇચ્છા રાખે છે. તેને ફક્ત એટલુ જ કહ્યુ છે કે તે શરિયા કે ઇસ્લામી કાનૂનના આધાર પર સરકાર ચલાવશે.