Asian Championship Trophy: ફાઈનલમાં પહોંચી ભારતીય હોકી ટીમ, જાણો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કેવી રહી સફર
Asian Championship Trophy Final: ભારતીય હોકી ટીમે સેમિફાઇનલમાં જાપાનને 5-0થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023માં ભારતીય હોકી ટીમે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જાપાનને 5-0થી હરાવ્યું હતું. હવે ભારત 12 ઓગસ્ટ, રવિવારે ફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય હોકી ટીમ ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળી હતી. ટીમ સેમિફાઇનલ સુધી ટુર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. ભારત સેમી ફાઈનલ સહિત કુલ 6 મેચ રમ્યું છે.
ટીમ ઈન્ડિયાએ 6માંથી 5 મેચ જીતી છે. એક મેચ ડ્રો રહી છે. સેમીફાઈનલ પહેલા ભારત અને જાપાન વચ્ચે રમાયેલી મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ સાથે જ ભારતે સેમીફાઈનલમાં જાપાનને 5-0થી હરાવ્યું હતું.
ભારતીય હોકી ટીમે ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ 3 ઓગસ્ટે ચીન સામે રમી હતી. ભારતે ચીનને 7-2થી કારમી હાર આપી હતી. આ પછી ભારતનો બીજો મુકાબલો જાપાન સાથે હતો જે 1-1થી ડ્રો રહ્યો હતો.
ત્રીજી મેચમાં ભારતીય ટીમનો સામનો મલેશિયા સામે થયો હતો, જેમાં ભારતીય ટીમનો 5-0થી વિજય થયો હતો. હવે ભારતીય ટીમ ફાઈનલ મેચમાં પણ મલેશિયા સાથે ટકરાશે.
આ પછી ટીમ ઈન્ડિયાની ચોથી મેચ કોરિયા સામે હતી, જેમાં ભારતનો 3-2થી વિજય થયો હતો. ત્યારબાદ પાંચમી મેચમાં ભારતીય ટીમ સામે પાકિસ્તાન હતું. ભારતની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી, જેમાં ભારતે 4-0થી જીત મેળવીને પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ પછી ટીમે જાપાન સામેની સેમીફાઈનલ જીતીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી.