In Pics: શૂટર અભિનવ બિન્દ્રા બાદ નીરજ ચોપરા આ કારનામું કરનાર બીજો ભારતીય બન્યો, આ મામલે કરી બરાબરી
નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય બન્યા. નીરજ પહેલા પૂર્વ ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાએ ભારત માટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવાનું કારનામું કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનવ બિન્દ્રાએ 2006 ઝાગ્રેબ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. હવે નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે.
નીરજ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર બીજો ભારતીય ખેલાડી બન્યો. ભૂતપૂર્વ શૂટરે 2006માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા બાદ 2008 ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.
બીજી તરફ નીરજ ચોપરાની વાત કરીએ તો તેણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના ત્રીજા રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ જીત્યો હતો. આ પહેલા નીરજે યુજેનમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
2023ની ચેમ્પિયનશિપની ફાઇનલમાં નીરજની પ્રથમ ગેમ નિષ્ફળ રહી હતી. પરંતુ બીજા રાઉન્ડમાં તેણે 88.17 મીટરના અંતરે બરછી ફેંકી અને અંત સુધી નંબર વન રહીને ગોલ્ડ વિજેતા બન્યો.
જણાવી દઈએ કે ફાઇનલમાં પાકિસ્તાનનો અરશદ નદીમ બીજા નંબર પર રહ્યો હતો. તેણે ફાઈનલ મેચમાં 87.72 મીટર દૂર બરછી ફેંકી હતી.