નવી જર્સી પહેરીને ટેસ્ટ ચેમ્પિયનીશીપની ફાઇનલ રમવા ઉતરશે ન્યૂઝીલેન્ડ, કયા ખેલાડીએ જર્સી પહેરીને બતાવ્યો ફર્સ્ટ લૂક, જુઓ.......
નવી દિલ્હીઃ આઇસીસીની મહાફાઇનલ મેચ એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં કંઇક નવુ જોવા મળી શકે છે. આમાંથી એક છે ટેસ્ટ જર્સી. રિપોર્ટ છે કે કિવી ટીમે ફાઇનલ ટેસ્ટ રમવા માટે પોતાની ટીમની નવી જર્સી લૉન્ચ કરી દીધી છે. આગામી 18 જૂનથી 22 જૂન સુધી ભારત અને ન્યૂઝીલેન્ડ (Indiavs new zealand) ની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઇનલ મેચ રમાવવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબે વર્ષથી ચાલી રહેલી આ ખાસ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ પર આખી દુનિયાની નજર છે. ફાઇનલ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો પુરેપુરી રીતે તૈયાર છે. આ મેચ માટે કિવી ટીમે પોતાની નવી જર્સી પણ લૉન્ચ કરી દીધી છે. જેની તસવીરો ખુદ બ્લેકકેપ્સ રિલીઝ કરી છે.
ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવા રિલીઝ કરી નવી જર્સી----- બ્લેક કેપ્સે બૉલની સાથે સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ખાસ પ્રકારની જર્સીને પણ તૈયાર કરાવી છે, જેની પહેલી ઝલક ન્યૂઝીલેન્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે. કેપ્ટન કેન વિલિયમસને તે જર્સીને પહેરીને લૉન્ચ કરી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતીને ક્રિકેટને અલવિદા કહેવા માગે છે આ દિગ્ગજ ખેલાડી....... ભારત વિરુદ્ધ ફાઇનલ મેચ પહેલા બીજે વાટલિંગે સ્ટફ ડૉટ કૉમ ડૉટ ન્યૂઝીલેન્ડને કહ્યું- મને આ મેચનો ઇન્તજાર છે. આ ખુબ રોચક હશે અને આ મેચમાં શાનદાર પ્રદર્શનની કોશિશ કરીશ. જોકે હું તે રીતે જઇશ જેમ બાકીની અન્ય ટેસ્ટ માટે જઇએ છીએ. મારો ટાર્ગેટ જીતનો જ હશે. વાટલિંગ અનુસાર, તેની આ 75મી અને છેલ્લી ટેસ્ટ હશે. કમરની ઇજાના કારણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગયા અઠવાડિયે બીજી ટેસ્ટમાંથી બહાર રહેલા વાટલિંગે આ મુખ્ય મેચ માટે ટીમમાં વાપસી કરી છે.
WTC 2021 Final: આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન.... ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે તારીખ ૧૮મી જુનથી ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (IND vs NZ WTC Final) રમાશે. ભારતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (ICC World Test Championship) ફાઈનલ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં કોહલી, શમી જેવા ધૂરંધરોની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનારા શાર્દૂલ ઠાકુરને સ્થાન આપવામાં આવ્ચું નથી. આ 15 અશ્વિન અને જાડેજાની સ્પિન જોડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રોહિત શર્મા અને શુબમન ગિલની જોડી ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓપનિંગ કરશે તે નક્કી મનાય છે. વન ડાઉનમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા, ચોથા ક્રમે કેપ્ટન કોહલી, પાંચમા ક્રમે અજિંક્ય રહાણે, છઠ્ઠા ક્રમે રિષભ પંત, સાતમા ક્રમે રવિન્દ્ર જાડેજા, આઠમા ક્રમે અશ્વિન, નવમા ક્રમે ઈશાંત શર્મા, દસમા ક્રમે મોહમ્મદ શમી અને અગિયારમા ક્રમે જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન-- રોહિત શર્મા, શુબ્મન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે (વાઈસ કેપ્ટન), રિષભ પંત (વિ.કી.), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રી બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી
શું છે આ બૉલમાં ખાસ- - ખરેખરમાં, આઇસીસી (ICC) તરફથી પહેલીવાર આયોજિત આ મહામુકાબલાને ખાસ બૉલથી રમાડવામાં આવશે. આ બૉલ ડ્યૂક બૉલ છે, અને ન્યૂઝીલેન્ડે આ બૉલની તસવીર શેર કરી છે, તેમાં ICC WTC final 2021, Indiavs new zealand લખેલુ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ડ્યૂક બૉલથી રમાશે. જે ઇંગ્લેન્ડમાં જ બને છે. આ બૉલનો રંગ કૂકાબૂરાની તુલનામાં વધારે ઘાટો હોય છે. બૉલની ચમક લાંબા સમય સુધી યથાવત રહે છે. કહેવાય છે કે આ બૉલથી બેટિંગ કરવી આસાન નથી હોતી, ડ્યૂક બૉલથી સીમ -ફાસ્ટર બૉલરોને વધુ ફાયદો થાય છે. કૂકાબૂરાની તુલનામાં આના વજન અને આકારમાં પણ અંતર હોય છે. ઇંગ્લેન્ડના વાતાવરણમાં આ બૉલથી બેટિંગ કરવી આસાન નહીં રહે. ખાસ વાત છે કે ભારતમાં એમજી બૉલથી ટેસ્ટ મેચ રમાય છે.