IPLના બીજા તબક્કામાં કઈ બે ટીમો વચ્ચે રમાશે મેચ ? ફાઈનલ ક્યારે રમાશે ? જાણો મહત્વની વિગત
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે અધવચ્ચેથી મુલતવી રાખવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની બાકીની મેચનું શિડ્યૂલ સામે આવ્યું છે. જે મુજબ 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ પ્રમાણે, 19 સપ્ટેમ્બરે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ત્રણ વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ 14મી સીઝનની બાકીની 31 મેચ દુબઈ, અબુ ધાબી અને શારજહામાં રમાશે. જ્યારે ટૂર્નામેંટની ફાઈનલ 15 ઓક્ટોબરો દુબઈમાં રમાશે.
19 ઓક્ટોબરે પ્રથમ ક્વોલિફાયર- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આઈપીએલ 2021ની પ્રથમ ક્વોલિફાયર 10 ઓક્ટોબરે રમાશે. આ મેચ દુબઈમાં રમાશે. જે બાદ 11 ઓક્ટોબરે શારજહાં એલિમિનેટર મુકાબલો રમાશે. તેના બે દિવસ બાદ 13 ઓક્ટોબરે બીજી ક્વોલિફાયર રમાશે.
રમાઈ ચુકયા છે 29 મુકાબલા- અનેક ટીમોમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને 4 મેના રોજ સ્થગિત કરી દેવામાં આવી હતી. 2 મે સુધી કુલ 29 મુકાબલા રમાયા હતા. આઈપીએલ 2021 સ્થગિત થઈ ત્યાં સુધીમાં દિલ્હી કેપિટલ્સ આઠ મેચમાં છ જીત સાથે પ્રથમ સ્થાને હતું.
ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ મેચમાં જીત સાથે બીજા નંબર પર હતું. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની આરસીબી પાંચ મેચમાં જીત સાથે ત્રીજા ક્રમે હતું.
ફેઝ-1 સુધી પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ ટોપ પર રહી હતી. જ્યારે CSK ત્રીજા અને RCB ચોથા ક્રમાંક પર છે. ઉલ્લેખનીય છે કે, પહેલો ફેઝ 9 એપ્રિલ 2021થી શરૂ થયો હતો. જેની ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી, જેમા RCBની જીત થઈ હતી.
જોકે IPLની 14મી સિઝનમાં 29 મેચ રમાયા પછી અલગ-અલગ ટીમના ખેલાડી કોરોના સંક્રમિત આવતા લીગને સ્થગિત કરવાની ફરજ પડી હતી. હવે લીગનો સેકન્ડ ફેઝ 19 સપ્ટેમ્બરે UAEમાં રમાશે.