IPL Auction 2021: હરાજીમાં એક કરોડની બેઝ પ્રાઈસની કેટેગરીમાં કયા 11 ખેલાડીઓને કરાયા સામેલ ? ભારતના કેટલા ખેલાડી છે ?
આ હરાજીમાં 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ કેટેગરીમાં 15 વિદેશી ખેલાડીઓને સામેલ કરાયા છે. આ કેટેગરીમાં ભારતનો એક પણ ખેલાડી નથી અને તમામ વિદેશી ખેલાડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં હરાજી થવાની છે. આ એક મિની ઓક્શન હશે. આ વર્ષે હરાજીમાં કુલ 292 ક્રિકેટરો માટે બોલી બોલાશે. જેમાં 164 ભારતીય 125 વિદેશી અને ત્રણ આઈસીસીના સભ્ય દેશોના ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે આ વખતે આઈપીએલ હરાજીમાં એક કરોડની બેઝ પ્રાઈસની કેટેગરીમાં 11 ખેલાડીઓને સામેલ કર્યા છે. (તસવીર-આઈપીએલ ટ્વિટર)
એક કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ કેટેગરીમાં માત્ર બે જ ભારતીય ક્રિકેટરો છે અને 9 વિદેશી ખેલાડી છે. ભારતના ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પૈકી 10 ક્રિકેટરોને 2 કરોડ રૂપિયાન સૌથી ઉંચા બ્રેકેટમાં મૂકાયા છે. આ લિસ્ટમાં ભારતના માત્ર બે ક્રિકેટરો છે જ્યારે વિદેશના 8 ક્રિકેટરો છે. બીજા નંબરની 1.50 કરોડની બેઝપ્રાઈઝ કેટેગરીમાં તમામ 12 ક્રિકેટરો વિદેશી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -