CSK vs PBKS: આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર શરુઆતની ત્રણ મેચો હારી ચેન્નાઈ, જાણો મેચની મોટી વાતો...
આઈપીએલ 2022માં રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 54 રનોથી હરાવ્યું હતુ. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનની શરુઆતથી સતત ત્રીજી વખત હાર્યુ છે. આઈપીએલના અત્યાર સુધીના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 180 રન કર્યા હતા. આ સ્કોરના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 18 ઓવરમાં પોતાની બધી વિકેટ ગુમાવી દીધી હતી અને ફકત 126 રન જ કરી શકી હતી. ચેન્નાઈ માટે શિવમ દૂબેએ સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ 23 રન કર્યા હતા. બાકીના બધા બેટ્સમેન ફ્લોપ સાબિત થયા હતા.
ચેન્નાઈએ પાવરપ્લેમાં જ ઘણી મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી અને 6 ઓવરમાં જ ટીમનો સ્કોર 4 વિકેટે 27 રન હતો. ઋતુરાજ ગાયકવાડ એક વાર ફરી ફ્લોપ રહ્યો અને માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ છેલ્લી મેચોમાં સારું રમેલા રોબિન ઉથપ્પાએ પણ માત્ર 10 રન જ કર્યા હતા.
મોઈન અલી તો પોતાનું ખાતું પણ ના ખોલાવી શક્યો અને વૈભવ અરોડાની બોલ પર બોલ્ડ થયો હતો. સાથે જ ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજા પણ પોતાનું ખાતું ના ખોલાવી શક્યો અને અર્શદીપ સિંહે બોલ્ડ કર્યો હતો. અંબાતી રાયડુ ફક્ત 13 રન બનાવીને પવેલીયન ભેગો થયો હતો.
એમએસ ધોની ગયા બાદ ચેન્નાઈની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજા 0 પર આઉટ થઈને ના ઈચ્છતાં પણ એક ખરાબા રેકોર્ડ પોતાના નામે બનાવી લીધો છે. જાડેજા 0 પર આઉટ થનાર ચેન્નાઈનો બીજો કેપ્ટન બની ગયો છે. આ પહેલાં ધોની 4 વખત 0 પર આઉટ થઈ ચુક્યો છે.
આ સીઝનમાં ચેન્નાઈના બેટ્સમેન અને બોલર કંઈ ખાસ ઉકાળી નથી શક્યા જેનું નુકસાન ટીમે ભોગવવું પડ્યું છે. સતત 3 મેચ હાર્યા બાદ ચેન્નાઈની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે.